સુરેન્દ્રનગર: 8 જાન્યુઆરી
સુરેન્દ્રનગર જીલ્લા નાં થાનગઢ પાસે નાં સોનગઢ પાસે આવેલા અને પુરાતત્વ વિભાગ રાજકોટ હેઠળ આરક્ષિત ક્ષેત્ર માં જુના સુરજ દેવળ મંદિર નો સમાવેશ કરવામાં આવેલ હોય તેની જવાબદારી પુરાતત્વ વિભાગ ની છે અને તેઓ નાં કબ્જે છે ત્યારે આ મંદિર ની આજુબાજુ માં મોટાપ્રમાણમાં ખનિજ મળી આવે છે તેમાં ફાયરકલે કાર્બોસેલ અને સિલીકા સ્ટોન પુષ્કળ પ્રમાણમાં ખનિજ મળે છે ત્યારે ખનિજ માફીયાઓ દ્વારા હાલ મંદિર ની ચારેય દિશામાં મોટા પ્રમાણમાં બ્લાસ્ટ કરવામાં આવે તેનાં કારણે મંદિર ને મોટું નુક્સાન થયું છે અને કોલસા ની ખાણો ને ખોલવી મંદિર નાં નીચે નાં ભાગ ની જમીન માં થી ખનિજ કોલસો હાલ કાઢવામાં આવી રહ્યો છે જે મંદિર ને નુકસાન કર્તા છે ઈતિહાસ ની દ્રષ્ટિ એ આ મંદિર જોઈએ અને એક નજર કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં બે પૌરાણિક પંથકો આવેલા છે એક તો ઝાલાવાડ અને બીજો પાંચાળ પ્રદેશ પાંચાળ ભુમી નું મુખ્ય નગર એટલે થાનગઢ થાનગઢ નાં પૂર્વાતર ભાગમાં સૂર્યનારાયણ નું મંદિર આવેલું છે જેને જુના સુરજ દેવળ તરીકે ઓળખવામાં આવે છે કાઠી ક્ષત્રિય સમાજ અલગ અલગ જુથો માં અલગ અલગ સમયે સૌરાષ્ટ્રમાં આવ્યો જેમાં થી એક ભાગ ૧૩ મી સદીનાં પૂર્વાર્ધમાં કચ્છ અને સિંધ પ્રાંત થી સ્થળાંતર કરી ને પાંચાળ પ્રદેશ માં આવેલ આ જુથ નાં વડા એ આ મંદિર નું નિર્માણ કરાવ્યું હોય કે જીર્ણોદ્ધાર કરાવ્યો હોવાનું ઈતિહાસ વિદોએ નોંધ્યું છે પ્રાચીનતમ સૂર્ય પુજા નાં ઉપાસકોએ ધારણા પ્રમાણે આ મંદિર બહું સમય પહેલા બનાવેલ હશે અને એક યુધ્ધ સમયે કાઠી સમાજ ને સાક્ષાત સ્વરૂપ દર્શન સુર્યનારાયણ ભગવાને આપેલ અને હથિયાર સાંગ આપેલ આટલો ભવ્ય ઐતિહાસીક વારસો ધરાવતી જગ્યા એટલે જુના સુરજ દેવળ મંદિર હાલ આ મંદિર આરક્ષિત હેઠળ પુરાતત્વ વિભાગ રાજકોટ હેઠળ છે તેને નુકસાન થાય ત્યારે ઈતિહાસ પ્રેમી વ્યક્તિ કેમ ચુપ બેસી રહે?
તો આસપાસ થતી ખનિજ માફીયાઓ દ્વારા ખનિજ ચોરી બંધ કરવામાં સરકાર અને તંત્ર આગળ આવે અને આ ઐતિહાસિક ધરોહર ને જાળવણી કરવામાં આવે આ બાબતે જો કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ પૌરાણિક ઐતિહાસિક ધરોહર ને આપણે ગુમાવી દેતાં સમય નહીં લાગે
હાલ ચારે દિશામાં ૧૦૦ ફુટ થી ૨૦૦ ફુટ સુધી નાં ઉંડાઈ ધરાવતી કોલસાની ખાણો ધમધમે છે સિલીકા સ્ટોન માટે હિટાચી મશીનો હણહણી રહ્યા છે અને એક સાથે ૫૦ -૫૦ વિસ્ફોટ કરી બ્લાસ્ટ કરવામાં આવે ત્યારે મંદિર ખળભળી ઊઠે છે અને જુનાં સંસ્મરણો સાથે પથ્થર માં થી પણ આશુ ટપકી પડ્યા છે અને ખાસ વાત એ રહી કે જે કાઠી સમાજ નાં પુર્વજો એ બંધાવેલ મંદિર ને નુકસાન પણ કાઠી સમાજ નાં અગ્રણી આગેવાનો દ્વારા જ ખનિજ માફીયાઓ સાથે મિલીભગતથી ચલાવી રહ્યા છે અને નુકસાન જુના સુરજ દેવળ મંદિર ને કરી રહ્યા છે તે ખુબ અંત્યંત ગંભીર બાબત છે