સુરેન્દ્રનગર : 5 એપ્રિલ, 2023
લીંબડી તાલુકાના નાની કઠેચી ગામની સગીરા અને તેની માતા સામે નવજાત બાળકીના મૃતદેહનો છુપી રીતે નિકાલ કરવા બાબતે પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
વિરમગામ તાલુકાના શખ્સે સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી હતી
સગીરાએ બાળકીને કુમારખાણ આરોગ્ય કેન્દ્ર ખાતે જન્મ આપ્યા બાદ સગીરા અને તેની માતાએ કઠેચી ગામની સીમમાં મંદિર નજીક દફનાવી હતી
નવજાત બાળકીને જીવિત કે મૃત હાલતમાં દફનાવી તે પીએમ રિપોર્ટ બાદ જ માલૂમ પડશે
નવજાત બાળકીના મૃતદેહને બહાર કાઢી હાલ ફોરેન્સિક રિપોર્ટ અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવી
સાણંદ dyspને સમગ્ર મામલે તપાસ દરમિયાન શંકા જતા સગીરા અને માતા સામે નોંધાવી ફરિયાદ


















