ચોટીલા: 24 ડિસેમ્બર
ચોટીલાના કુંભારાધાર પાસે વિચરતી અને વિમુક્ત જાતિના ઘેરા સલાટ પરિવારો ઝુંપડાઓ બાંધીને રહે છે. તેઓને રહેણાક અર્થે પ્લોટ મળે તે માટે જાતિ પ્રમાણપત્ર ની જરુરિયાત ઉભી થઈ. આ અંગે સુરેન્દ્રનગર સમાજ કલ્યાણ અધિકારીને વિચરતા સમુદાય સમર્થન મંચ ના હર્ષદ કે.વ્યાસે અરજી કરી હતી. આથી સમાજ કલ્યાણ અધિકારીશ્રી કચેરી દ્રારા આ પરિવારોને જાતિ પ્રમાણપત્ર અપાયા હતા. જાતિ પ્રમાણપત્ર મળતા આ પરિવારોના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી.