Home ગોધરા ગોધરા નગરપાલિકા દ્વારા છેલ્લા ચાર મહિનાઓથી નિવૃત્ત પેન્શનરો ને પેન્શન ન આપવાના...

ગોધરા નગરપાલિકા દ્વારા છેલ્લા ચાર મહિનાઓથી નિવૃત્ત પેન્શનરો ને પેન્શન ન આપવાના કારણે પેન્શનરોની હાલત કથળાઈ

199
0

ગોધરા : 2 જાન્યુઆરી


જિલ્લાની સૌથી મોટી અને મુખ્ય મથક ગોધરાના નગરપાલિકા કચેરી ખાતે છેલ્લા છ દિવસથી પ્રતિક ઉપવાસ ઉપર બેઠેલા નિવૃત કર્મચારી મંડળના 295 જેટલા નિવૃત પેન્શનરો સાથે ૧૫૦ જેટલી વિધવા મહિલાઓ દ્વારા પાલિકાના સત્તાધિશોની આંખ ખોલવા માટે જાહેર રોડ ઉપર આવતા જતા રાહદારીઓ અને વાહન ચાલકો પાસે જેમે ભિક્ષુકો ભિક્ષા માંગે એમ વાસણ લઈ ભિક્ષા માંગી નગરપાલિકાને ફંડ એકઠું કરી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગોધરા નગરપાલિકા દ્વારા છેલ્લા ચાર મહિનાઓથી નિવૃત્ત પેન્શનરો ને પેન્શન ન આપવાના કારણે પેન્શનરોની હાલત કથળાઈ ગઈ છે વારવાર નગરપાલિકા પ્રમુખ સહિત ચીફ ઓફિસરને રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકાના કાન ઉઘડતા નથી માટે આજે ગોધરા નગરપાલિકાના 295 નિવૃત પેન્શનરો સાથે 150 જેટલી વિધવા મહિલા પેન્શનરો જાહેર માર્ગ ઉપર આવતા જતા રાહદારીઓ અને વાહન ચાલકોને સાહેબ ભીખ આપો અમારે ભીખ નગરપાલિકા કચેરીને આપવાની છે જેથી અમારું પેન્શન વહેલી તકે કરે કેમ કે નગરપાલિકાની તિજોરીમાં પૈસા ખાલી થઈ ગયા છે માટે આ ભીખ માંગી તેમને ફંડ આપવા માટે આજે અમે જાહેરમાં ભીખ માંગી રહ્યા છે..

નિવૃત કર્મચારીઓ 28મી તારીખથી પ્રતીક ઉપવાસ ઉપર બેઠેલા છે અને આજે બીજી તારીખ થઈ ગઈ છતાંય અમારું ચાર મહિનાનું પેન્શન બાકી છે તે છતાં નગરપાલિકામાં બેઠેલા સત્તાધીશોનું પેટનું પાણી હાલતું નથી માટે આજે અમે ભિક્ષા માંગવાનો કાર્યક્રમ રાખ્યો છે અને આજે જેટલી ભીખ આવશે તે તમામ ભીખ નગરપાલિકાના પ્રમુખ ને સ્વ હસ્તે આપી દેવામાં આવશે અને આ ભીખ એડ કરે એટલે અમારું પેન્શન થાય…

નિવૃત પેન્શનર કાશીબેને જણાવ્યું હતું કે આજે ચાર મહિનાઓથી પેન્શન આવતું નથી અમારી પરિસ્થિતિ હાલ બેહાલ થઈ ગઈ છે અમારા છોકરાઓ નોકરી ધંધો કરતા નથી અમે કઈ રીતે પરિવારનું ગુજરાન ચલાવીએ અમારે પૈસાની જરૂર હોય ને અમારી મજબૂરી તો સમજો આજે ચાર મહિના થઈ ગયા કોની જોડે ખાઈએ અને કોની પાસેથી લાવીએ અમારી પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની ગઈ છે

બીજીબાજુ ગોધરા નગરપાલિકામાં ફરજ બજાવતા રોજમદાર સફાઇ કામદારોને નગરપાલિકાના સેનેટરી ઇસ્પેક્ટર દ્વારા ઉતારી મુકવામાં આવતા આજરોજ તમામ સફાઈ કામદારો સફાઈ કામથી અળગા રહી હડતાળ ઉપર ઉતરી આવ્યા હતા જેમાં 15 થી 20 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સફાઈની કામગીરી કરી હોય ત્યારે આજે મહેકમનો પ્રશ્ન લાવી ને 50 જેટલા રોજમદાર સફાઈ કામદારોને ઉતારી મૂકવામાં આવતા સફાઈ કામદારોમાં નગરપાલિકા પ્રત્યે રોષ જોવા મળ્યો હતો .

આ તમામ નિવૃતકર્મચારીઓ માં સૌથી દયનિય હલતની વાત કરવા જઈએ તો સફાઈ કામદાર તરીકે પાલિકામાં જોડયાએલા નિવૃત લોકોની કે હાલ પોતના પરિવારમાં જો કોઈ કમાનાર ના હોય તો શુ હાલત થાય .અમુક લોકોના કરયાના દુકાન દારો અનાજ પાણી પણ બંધ કરી દીધા છે.આગલા બાકી આપી જાવ અને લઈ જાવ તો લાવે તો લાવે ક્યાંથી અને જીવે તો જીવે કેમ .

અહેવાલ : પ્રતિનિધિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here