Home પાટણ ગણેશોત્સવને લઈ પાટણમા મૂર્તિઓને કારીગરો આપી રહ્યા છે આખરી ઓપ…

ગણેશોત્સવને લઈ પાટણમા મૂર્તિઓને કારીગરો આપી રહ્યા છે આખરી ઓપ…

169
0

પાટણ : 29 ઓગસ્ટ


ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પાટણમાં મૂર્તિ બનાવનાર કારીગરો ભગવાન ગજાનનની નાના મોટા કદની અલગ – અલગ મૂર્તિઓ બનાવવા વ્યસ્ત બન્યા છે અને મૂર્તિઓને રંગરોગાન કરી આખરી ઓપ આપી રહ્યા છે.

ઐતિહાસીક પાટણ નગર એટલે લોકમેળા , વ્રતો અને ધાર્મિક ઉત્સવોની નગરી શ્રાવણ માસમાં શિવ ભક્તિનો મહિમા પૂર્ણ થયા બાદ ભાદરવા સુદ ચોથથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થવા જઇ રહ્યો છે . છેલ્લા દસ વર્ષથી પાટણમાં ગણેશ ઉત્સવનો મહિમા વધ્યો છે . શહેરમાં વિવિધ મોહલ્લા , પોળો અને સોસાયટીઓમાં ગણેશજીની ત્રણ , પાંચ , સાત અને 11 દિવસ સુધી સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવે છે . ત્યારે હવે ગણેશ ચતુર્થીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે . ત્યારે પરંપરાગત રીતે મૂર્તિ બનાવનાર પરિવારના કારીગરો ગણેશજીની નાના મોટા કદની મૂર્તિઓ બનાવવામાં વ્યસ્ત બન્યા છે . ગણેશ મહોત્સવ ને લઈને પાટણના નગરજનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વિવિધ દુકાનો પર જઈને મૂર્તિઓના ઓર્ડરો લોકો આપી રહ્યા છે . ખાસ કરીને માટીની મૂર્તિઓની માંગ વિશેષ હોવાને કારણે કારીગરો દ્વારા માટીની મૂર્તિઓ બનાવવામાં આવી છે.

અહેવાલ : ભાવેશભાઈ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here