ખેડબ્રહ્મા: 17 નવેમ્બર
ક્રેડિન ફાઇનાન્સ ના એજન્ટો લોન ના નામે લોકોને કરી રહ્યા છે છેતરપિંડી અને એક એવા વ્યક્તિ જોડેથી ₹25,000હજાર પડાવ્યા છે. તો આ અનેક ગામડાના લોકોની સાથે આ ક્રેડિંન ફાઇનાન્સના એજન્ટો લોકોની સાથે છેતરપિંડી કરી રહ્યા છે. તો કસ્ટમર એમના મેનેજર જોડે કોલિંગ દ્વારા વાતચીત કરતા એમને જણાવ્યું કે અમારી ઓફિસે આવીને તમારે જાણ કરવી જોઈએ તો લેનાર વ્યક્તિ છ થી સાત વખત ઓફિસના ધક્કા ખાધા હતા. રોજ નવા નવા બાના બનાવીને ગ્રાહકને છેતરીને પાછો મોકલતા હતા બે દિવસમાં લોન તમારી થઈ જશે તો શું મેનેજરો પણ આ લોકોના પૈસામાં ભાગ છે કે શું તો હોય એ જોવાનું રહ્યું કે ક્રેડિંન ફાઇનાન્સ ના અધિકારી શું એક્સેન લે છે. જે વ્યક્તિ જોડેથી રૂપિયા 25000. હજાર પડાવેલા છે. તો એ વ્યક્તિને પાછા મળશે કે શું..
ખેડબ્રહ્મા એક આંતરિયાળ વિસ્તાર આવેલો છે. વાત કરવામાં આવે કે એક ક્રેડિટ ફાઇનાન્સ કંપની ખેડબ્રહ્મામાં સ્થાપિત કરવામાં આવેલી છે. તો આ લોકોએ એક એવા વ્યક્તિની સાથે છેતરપિંડી કરી હતી કે ૨૫ હજાર રૂપિયા પડાવી અને 8.લાખની લોનનું સપનું બતાવીને રોજ ઓફિસના ધક્કા ખવડાવી રહ્યા હતા આ એજન્ટો અનેક લોકોની સાથે આ લોકોએ આવી ખોટી લાલચ આપી અને પૈસા પડાવેલા છે.અને તો આજુબાજુના ગામડાઓમાં લોકોને લોન આપીશું એમ કરીને એજન્ટો ફરીને લોકોની સાથે પૈસા પડાવીને છેતરપિંડી કરી રહ્યા છે. તો લોકો પૂછપરછ કરવા જાય છે તો એવા જવાબો આપે છે કે આગળથી રીજેક્ટ થઈ ગઈ છે. અને આગળથી એપ્રુવલ મળ્યું નથી એવા લુચ્ચા વાયદાઓ કરી અને લોકોની સાથે પૈસા પડાવીને ખોટી રીતે પરેશાન કરીને ગરીબ લોકોના પૈસા પડાવી રહ્યા છે. લોન ના નામે ગરીબ લોકોની સાથે છેતરપિંડી કરતી આ એજન્ટોની ગેંગને ક્રીડિન ફાઇનાન્સ ના અધિકારીઓ દ્વારા તપાસ કરીને આ એજન્ટો ઉપર શું એક્શન લેવામાં આવશે એ જોવાનું રહ્યું. અને જે ખેડબ્રહ્માના અધિકારીઓ અને હિંમતનગરના અધિકારીઓ આ ક્રેડિંગ ફાઇનાન્સ ઉપર શું કાર્યવાહી કરશે અને આ લોકોની સાથે છેતરપિંડી થતી અટક શે કે શું એ જોવાનું રહ્યુ.