સુરેન્દ્રનગર: 23 મે
ખારાઘોડા-પાટડી રોડ પર અવારનવાર મોટર સાઇકલ સ્લીપ મારવાના વધતા જતા બનાવથી અનેક લોકો ઇજાગ્રસ્ત
ખારાઘોડામા ખારાપાણીના ટેન્કરથી રોડ ઉપર ખારુ પાણી ઠાલવતા ગામ લોકો ખૂબ જ પરેશાન થઇ ઉઠ્યા છે. ખારાઘોડા-પાટડી રોડ પર અવારનવાર મોટર સાઇકલ સ્લીપ મારવાના વધતા જતા બનાવથી અનેક લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. ખારાઘોડા ગામલોકોએ ભેઞા થઈને ટેન્કર ચાલકને રજૂઆત કરતા જાનથી મારવાની આપી ધમકી આપી હતી. આથી રોસે ભરાયેલા ગ્રામજનો સોમવારે કલેક્ટર ઓફિસમાં રજૂઆત માટે જશે.
પાટડી ખારાઘોડા રોડ પર તાજેતરમાં વહેલી સવારે ઢોળાયેલા ચિંકણા કેમિકલથી બે અલગ-અલગ મોટરસાયકલ પર સરકારી નોકરીએ જતા સરકારી કર્મચારીઓ બાઇક પરથી નીચે પટકાયા હતા. જેમાં એક આધેડ કર્મચારીને હાથે, પગમાં અને મોંઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાના પડઘા હજી શમ્યા નથી ત્યાં પાટડી ખારાઘોડા રોડ પર ઢોળાયેલા ચિંકણા કેમિકલથી વધુ એક પેસેન્જર રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી. જેમાં રીક્ષામાં સવાર લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. સદભાગ્યે કોઇ જાનહાની થઇ નહોંતી.
ખારાઘોડા-પાટડી રોડ પર અવારનવાર મોટર સાઇકલ સ્લીપ મારવાના વધતા જતા બનાવથી અનેક લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. ખારાઘોડા ગામલોકોએ ભેઞા થઈને ટેન્કર ચાલકને રજૂઆત કરતા જાનથી મારવાની આપી ધમકી આપી હતી. ખારાઘોડામાં દિવસેને દિવસે ખારાપાણીના ટેન્કરવાળાની દાદાઞીરી વધી રહી છે. આથી રોસે ભરાયેલા ગ્રામજનો સોમવારે કલેક્ટર ઓફિસમાં રજૂઆત માટે જવાના હોવાનું ખારાઘોડાના ગ્રામજનોએ આક્રોશ સાથે જણાવ્યું હતુ.