આણંદ : 12 માર્ચ
ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત ચરોતર ઈંગ્લીશ મીડીયમ સ્કુલમાં તા:૧૨/૦૩/૨૨નેશનિવારના રોજ “વાર્ષિક દિન” ની ઉજવણી કરવામાં આવી હતી. વાર્ષિકોત્સવમાં મુખ્ય મહેમાન પદે આણંદ નગરપાલિકાના પ્રમુખશ્રીમતી રૂપલબેન પટેલ તેમજ અતિથી વિશેષ, આણંદ નગરપાલિકાના મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીમતી વિરાલીબેન પટેલ અને હાજરી આપી વાર્ષિકોત્સવની શોભા વધારી હતી. કેમ્પસ ડાયરેકટર શ્રી મહેશભાઈ પટેલ અને શાળાના આચાર્ય શ્રી કાર્તિકભાઈ પટેલ અને સુપરવાઈઝરશ્રી ગાયત્રીબેન ભટ્ટ કાર્યક્રમના મંચ ઉપર શોભિત હતા. સિનીયર કેજી ની બાળવિદ્યાર્થીઓએ સુંદર પ્રાર્થના નૃત્ય દ્વારા કાર્યક્રમ ની શરૂઆત થી કરી હતી.
શાળાના બાળવિદ્યાર્થીઓ દ્વારા ઉપસ્થિત મહેમાનશ્રીઓંનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષવારના એકેડેમીક એવોર્ડ તથા વિવિધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનશ્રીઓંના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વાર્ષિકોત્સવની થીમ “સંસ્કાર” કે જે માતાપિતા અને સંતાનોના અતુટ પ્રેમ અને ગુણગાથાની છબી દર્શાવતા નાના બાળકોના અલગ અલગ ડાન્સનું સુંદર આયોજન કેજી વિભાગનાં શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું.
વર્ગશિક્ષિકાશ્રીઓ અને બાળકોએ આ દિવસને ઉત્સવના રૂપમાં સફળ બનાવવા માટે પંદર દિવસ પહેલાથી આ કાર્યક્રમ ની તૈયારી માટે અથાગ મહેનત કરી હતી. વાલીમિત્રોએ કાર્યક્રમમાં હાજરી આપીને બાળકોના પ્રોત્સાહીત કરેલ હતા. કોરોનાકાળના કપરા સમયના બે વર્ષ બાદ આ કાર્યક્રમ યોજાયો હતો. જેને લઈને બાળકો અને તેમના વાલીઓ ઘણા ઉત્સુક હતા.
શિક્ષણપ્રવૃત્તિ ની સાથે સાથે આવા કાર્યક્રમો વારંવાર યોજવાં નો મુખ્ય હેતુ બાળકો ઇતરપ્રવૃતિઓમાં ભાગ ભજવે, રસ લેતેમજ ભારતીય સંસ્કૃતિ પરંપરા થી અવગત થાય તે અંગે હતો. શાળાના આચાર્યશ્રી કાર્તિકભાઈ પટેલ, સુપરવાઈઝરશ્રી ગાયત્રીબેન ભટ્ટ, ના માર્ગદર્શન હેઠળ કોઓર્ડીનેટર ક્રિષ્ના ચૌહાણ તેમજ કેજીવિભાગના શિક્ષકોના સાથ સહકારથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.