કચ્છ : 10 મે
પાણીનું વ્યવસ્થાપન:
અદાણી વિલમાર દ્વારા અત્યારે APSEટ પાસેથી પાણી મેળવવામાં આવી રહ્યું છે સાથે યોજના દ્વારા ઉત્પન્ન થનારા પાણીને રિસાઈકલ કરી કુલિંગ ટાવરમાં તથા બાગકામમાં ઉપયોગમાં લેવાશે, આજુબાજુ ના પર્યાવરણનું જતન થાય તે માટે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અને સેન્ટ્રલ બોર્ડના તમામ ધારા ધોરણ લાગુ કરવામાં આવ્યા છે.
પ્રોજેક્ટ ના લાભ :
મેક ઇન ઇન્ડિયા અંતર્ગત આધુનિક ટેક્નોલોજી દ્વારા ઉત્પાદન, પ્રોજેક્ટના બાંધકામ માટે કુશળ – બિનકુશળ શ્રમિકોને રોજગારી, આ ઉપરાંત ઉપર જણાવ્યા મુજબ સામાજિક રોકાણ, આરોગ્ય સંભાળ, શિક્ષણ, સ્વચ્છતા, માળખાગત સુવિધા અને અન્ય ક્ષેત્રોને સુધારવામાં મદદ કરશે.
અત્રે ઉપસ્થિત લોકોના સૂચનોના કંપનીના એન્વાયર્નમેન્ટ ડિપાર્ટમેન્ટના અધિકારી શાલિનભાઇ શાહે મુદ્દાસર અને સંતોષકારક જવાબો આપ્યા હતા. જ્યારે લોકોની આરોગ્ય-શિક્ષણની સુખાકારીના સૂચનોના પ્રત્યુત્તર ફાઉન્ડેશનના પંક્તિબેન શાહે આપ્યા હતા.
આ પ્રસંગે અદાણી વિલ્મરના પ્લાન્ટ હેડ તથા કંપનીના જુદા-જુદા વિભાગમાંથી ઓફિસરો અને ફાઉન્ડેશનની ટીમ ઉપસ્થિત રહી હતી. સમગ્ર લોકસુનાવણીની વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. આમ, મુન્દ્રા ખાતે અદાણી વિલમાર લિમિટેડના પ્રોજેક્ટ સાથે સ્થાનિક સુખાકારી તથા અર્થતંત્ર ધબકતું થશે.