Home ક્ચ્છ ૮મી માર્ચ આંતરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૨૨

૮મી માર્ચ આંતરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૨૨

190
0
કચ્છ : 8 માર્ચ

Gender Equality Today For a Sustainable Tomorrow
સ્વાસ્થ્ય શિક્ષણ સુરક્ષાના ત્રિસ્તરીય અભિગમથી ગુજરાત સરકાર મહિલા કલ્યાણ માટે પ્રતિબદ્ધ-મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

રાજ્ય સરકાર મહિલા અને બાળ કલ્યાણ માટે કટિબદ્ધ- પશ્ચિમ કચ્છ પોલીસ વડાશ્રી સૌરભ સિંઘ

ભુજ ટાઉનહોલ ખાતે જિલ્લાકક્ષાના આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી

૭૪મહિલા સન્માન અને ૩૨ વિવિધ સહાયના હુકમોનું વિતરણ કરાયું.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતમાં ગાંધીનગર ખાતે ઉજવાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું

પશ્ચિમ કચ્છ પોલીસ વડાશ્રી સૌરભ સિંઘની અધ્યક્ષતા હેઠળ આજરોજ ભુજ ટાઉનહોલ ખાતે જિલ્લાકક્ષાના આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી.
યુનેસ્કો દ્વારા ‘Gender Equality Today For a Sustainable Tomorrow’ ની થીમ આધારિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અન્વયે અધ્યક્ષ સ્થાનેથી શ્રી સૌરભ સિંઘે જણાવ્યું હતું કે, ” રાજ્ય સરકાર મહિલા અને બાળકોના કલ્યાણ માટે કટિબદ્ધ છે મહિલા સુરક્ષાની દ્રષ્ટિએ ગુજરાત સૌથી સુરક્ષિત રાજ્ય છે. અહીં મહિલાઓ સુરક્ષિત રહી શકે છે તેનો શ્રેય સમાજ, પ્રજાજનો અને સરકારને જાય છે. અહીંના લોકો મહિલાઓને સન્માન આપે છે. છતાં જો મહિલાઓને કોઈવાર અન્યાય કે પીડા થાય ત્યારે પોલીસ અને સરકાર જરૂરી પગલાં ભરે છે. જરૂર પડે ૧૮૧ ટીમની મદદ લો. હેરાનગતિ સહન ના કરો. કાયદાની મદદ લો તમારી ઓળખ ગુપ્ત રખાશે. પોલીસ નારી સુરક્ષા માટે કટિબદ્ધ છે.”

ગત વર્ષ ભુજમાં ‘વીરાંગના સ્ક્વોડ’ રચના હેઠળ આઠ પોલીસ વીરાંગના જાહેર સ્થળોએ બાળકો, વડીલો અને મહિલાઓની મદદ અને સલામતી માટે સક્રિય છે. આ તકે તેમણે રાજયના પોલીસ વડાશ્રી આશિષ ભાટિયા દ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં શી-ટીમ પ્રારંભ કરાઇ છે તે અંગેની વિગતો પુરી પાડી હતી.
કચ્છની પહેલ અને વિચાર એવી બાલિકા પંચાયત અંગે આ તકે કુનરીયા બાલિકા પંચાયતના સરપંચશ્રી ભારતીબેન ગરવાએ અને ભુજના ગંગાસ્વરૂપ મધુબેન સુરેન્દ્ર ભારથી ગોસ્વામી બેને તેમને મળતી રૂ.૧૨૫૦ ની માસિક આજીવન સહાય અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
સ્વાગત પ્રવચનમાં જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી જલ્પાબેન ત્રિવેદીએ સન્માનિત મહિલાઓ અને વિવિધ સહાયો બાબતે માહિતી પુરી પાડી હતી. કાર્યક્રમની આભારવિધિ અને સંચાલનશ્રી પંકજભાઈ ઝાલાએ કર્યું હતું.
આ તકે મંચસ્થ મહાનુભાવેએ વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અને અન્યને પ્રેરણા પૂરી પાડનાર ૭૪ મહિલાઓને સાલ-સન્માનપત્રથી સન્માનિત કર્યા હતા. તેમજ વિવિધ ૩૨ સહાયના હુકમોનું વિતરણ કરાયું હતું. તેમજ સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ વર્ષ ૨૦૧૯-૨૦ માટે ૫૪ માતા યશોદા અને આંગણવાડી વર્કર નું પણ ચેક અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. ટાઉન હોલ ભુજ ખાતેના વિવિધ વિભાગોના છ સ્ટોલ થી પણ વિવિધ સહાય હુકમોનું વિતરણ આ તકે કરાયું હતું.


મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ઉજવાઇ રહેલા આંતરરાષ્ટ્રીય મહિલા દિનનું જીવંત પ્રસારણ આ તકે સૌએ ઉત્સાહભેર નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ” સ્વાસ્થ, શિક્ષણ, સુરક્ષાના ત્રિસ્તરીય અભિગમથી ગુજરાત સરકાર મહિલા કલ્યાણકારી કાર્યો કરી રહી છે માતા અને બાળકને સુપોષિત કરવા સરકાર કટિબદ્ધ છે આ બજેટમાં સુપોષિત માતા સ્વસ્થ બાળક યોજના અમલી કરી છે જેમાં ૧૦૦૦ દિવસ સુધી માતાને પોષક આહાર અપાશે. ”

રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત જિલ્લા પંચાયત કચેરી, જિલ્લા મહિલા બાળ વિકાસ કચેરી આયોજિત આ કાર્યક્રમમાં સર્વશ્રી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી જયાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આસ્થા બેન સોલંકી, જિલ્લા મહિલા બાળવિકાસ અધિકારીશ્રી અવનીબેન રાવલ, નાયબ માહિતી નિયામકશ્રી મિતેશ મોડાસીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. જનક માઢક, ICDSના પ્રોગ્રામ ઓફીસરશ્રી નીતાબેન ઓઝા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દિનેશભાઈ મેણાંત, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એ.પી રોહડીયા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી મોહસીનખાન પઠાણ, તાલુકા વિકાસ અધિકારીશ્રી શૈલેષભાઈ રાઠોડ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના અધિકારી કર્મચારીઓ અને મહિલા અને બાળ વિકાસ કચેરી અને સંકલિત બાળ વિકાસ યોજના કર્મયોગીઓ અગ્રણીઓ મહિલાઓ અને નગરજનો આ તકે ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ:  કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here