Home પંચમહાલ જીલ્લો હાલોલના વિઠ્ઠલપુરા પ્રાથમિક શાળા સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી…

હાલોલના વિઠ્ઠલપુરા પ્રાથમિક શાળા સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી…

115
0

હાલોલ તાલુકાના વિઠ્ઠલપુરા ક્લસ્ટરની વિઠ્ઠલપુરા હેડ ક્વાર્ટર શાળા ખાતે ”વ્યસન મુક્તિ” ની થીમ અને મુખ્ય વિષય સાથે પ્રાથમિક શાળાના લગભગ 300 થી વધુ બાળકો દ્વારા વ્યસન મુક્તિ પોસ્ટર નિર્માણ કરી તેનું નિદર્શન કરતી રેલી હાલોલ નગરમાં નગરજનોને શાળા સ્થાપના દિવસ નિમિત્તે વ્યસન મુક્તિનો સંદેશ આપી નાના ભૂલકાઓએ એક અભિયાનની શરૂઆત કરી હતી.. ત્યારબાદ શાળા કક્ષાએ મુખ્ય થીમના અનુસંધાને વ્યસન મુક્તિ પર નિબંધ લેખન, ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં શાળાના આચાર્ય સહિત સમગ્ર શાળા પરિવાર દ્વારા શાળાના તમામ બાળકો અને વાલી મિત્રોને એક આધ્યાત્મિક સંદેશ આપવા માટે સંત પૂજ્ય પન્યાસ પ્રવર જીનપ્રેમવિજય મહારાજની મુખ્ય પ્રવક્તા તરીકે ઉપસ્થિતમાં મહારાજ દ્વારા બાળકોને સારા વ્યસન અને ખરાબ વ્યસન બંનેની વાત કરી એક ઉત્કૃષ્ટ સંદેશ શાળાના બાળકો દ્વારા તેમના માધ્યમથી સમગ્ર સમાજને આપ્યો હતો. કાર્યક્રમના અંતે કાર્યક્રમના મુખ્ય મહેમાન મહારાજ દ્વારા લેખિત રામાયણનું પુસ્તક શાળાના બાળકો માટે ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમ અને ભગીરથ કાર્યની સરકાર તરફથી મળેલ સૂચના મુજબ શાળા સ્થાપના દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી શાળાના આચાર્ય હેડ ટીચર વિરેનભાઈ એમ. જોષી અને સી.આર.સી.કો.ઓ. દર્શન પંચાલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here