Home આણંદ સાયલેન્સર ચોર ટોળકીનો માસ્ટર માઇન્ડ પોલીસના હાથે ઝડપાયો

સાયલેન્સર ચોર ટોળકીનો માસ્ટર માઇન્ડ પોલીસના હાથે ઝડપાયો

172
0

આણંદ, ભરૂચ, વડોદરા, સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી ગાડીના સાયલેન્સરોની ચોરીઓ કરનાર ટોળકીનો માસ્ટર માઇન્ડ મુનાવરબેગ ઉર્ફે મુન્નાને પકડી પાડી સાયલેન્સર ચોરીઓના કુલ-52 ગુનાઓનો ભેદ ઉકેલતી એલ.સી.બી. આણંદ

 

આણંદ જિલ્લામાં ફોર વ્હીલ ગાડીઓના સાયલેન્સર ચોરીઓના ગુનાઓ બનવા પામેલા હતા.  જે ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા માટે અલગ અલગ પોલીસ ટીમ તપાસમાં લાગી હતી. ઇકો ગાડીના સાયલેન્સર ચોરીઓના બનેલા ગુનાઓની માહિતી તૈયાર કરી હ્યુમન ઇન્ટેલીજન્સ ટેકનીકલ ઇન્ટેલીજન્સની મદદથી તપાસ શરૂ કરવામાં આવેલી હતી. જે તપાસ દરમિયાન આ ગુનાઓ કરવામાં ઇન્ડીકા ગાડી લઇને ધોળકાનો મુનાવર ઉર્ફે મુન્નો શેખ. તેના સાગરીતો સંડોવાયેલ હોવાનું જણાઇ આવેલું હતું.  જેથી સ્ટાફના માણસો આ ઇસમો ઉપર વોચ રાખવામાં આવેલી હતી. વધાસી બ્રિજ નજીકથી ઈન્ડીકા ગાડી નંબર જી.જે.01.કે.ડી.5133 સાથે એક ઇસમને પકડી પાડી પુછપરછ કરતા પોતે તથા તેના સાગરીતો સાથે મળી સાયલેન્સર ચોરીઓના ગુનાઓ કરેલાની હકકિત જણાવી હતી. પોલીસે  કિ.રૂ.2,00,000 સી.આર.પી.સી. 102 મુજબ કબ્જે કરી પકડેલ આરોપીને સી આર પી સી 6.41(1) એ મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી પુછપરછ કરતા નીચે મુજબની જગ્યાએથી ઇકો ગાડીના સાયલેન્સરની ચોરીઓના ગુનાઓ કરેલાની કબુલાત કરેલી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here