Home સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર માં ભારત ની સૌપ્રથમ 700Wp mono perc સોલાર પેનલ ઉત્પાદન ...

સુરેન્દ્રનગર માં ભારત ની સૌપ્રથમ 700Wp mono perc સોલાર પેનલ ઉત્પાદન કરતી પ્રોડક્સન લાઈન નું ઉદ્ઘાટન કરાયું

196
0

સુરેન્દ્રનગર: 23 જાન્યુઆરી


સુરેન્દ્રનગર માં ભારત ની સૌપ્રથમ 700Wp mono perc સોલાર પેનલ ઉત્પાદન કરતી પ્રોડક્સન લાઈન નું ઉદ્ઘાટન પ્રદીપસિંહજી વાઘેલા ભાજપા પ્રદેશ મહામંત્રીશ્રી દ્વારા કરાયું

સુરેન્દ્રનગર માં આવેલ પાવરટ્રેક સોલાર પ્રોજેક્ટર્સ લિમિટેડ સોલાર ક્ષેત્રે ઘણા વર્ષોથી કાર્યરત છે અને સતત ટેક્નોલોજી સાથે ચાલી ને પ્રગતિ કરતી આ કંપની દ્વારા ભારત ની આવનાર સમય માં સોલાર પેનલ ની માંગ ને પહોંચી વળવા પાવરટ્રેક દ્વારા Fully Automatic Robotic Production line લગાવી ને ભારત માં સૌપ્રથમ 700Wp Mono perc solar panel નું ઉત્પાદન કરી શકાય છે,

પાવરટ્રેક સોલાર પ્રોજેક્ટર્સ લિમિટેડ દ્વારા લગાવેલ આ પ્રોડક્સન લાઈન નું ઉદ્ઘાટન ભાજપા ના પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદીપસિંહ વાઘેલા દ્વારા કરાયું આ પ્રસંગે સુરેન્દ્રનગર નગરપાલિકા ના કારોબારી ચેરમેનશ્રી મનહરસિંહ રાણા, પૂર્વ ધારાસભ્યશ્રી ધનરાજભાઈ કેલા, ઝાલાવાડ ફેડરેસન ના ચેરમેનશ્રી કમલેશભાઈ રાવલ, પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ સાવધારીયા અને નરેશભાઈ કેલા, ઝાલાવાડ ચેમ્બર્સ ના હેમલભાઈ શાહ, વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએસન ના પ્રમુખશ્રી સુમિત પટેલ, ઝાલાવાડ ક્ષત્રિય સમાજ ના પ્રમુખશ્રી ડૉ રુદ્રસિંહ ઝાલા, બિલ્ડર એસો. પ્રમુખશ્રી દિલુભા પરમાર, કોટન એસો. પ્રમુખશ્રી વાઈ. બી. રાણા, મહેતા માર્કેટ ના બાબુભાઇ પ્રજાપતિ તેમજ શ્રી પહેલાદસિંહ પરમાર, શ્રી જમભા ઝાલા, શ્રી દેવપાલસિંહ ઝાલા, યુવા અગ્રણીય શ્રી સેજપાલસિંહ ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા,

આ પ્રસંગે પાવરટ્રેક સોલાર પ્રોજેક્ટ લિમિટેડ ના ચેરમેનશ્રી કિશોરસિંહ ઝાલા દ્વારા જણાવવા માં આવ્યું હતું કે આ ટેક્નોલોજી થી બનતી સોલાર પેનલ થી સોલાર માર્કેટ માં બહુજ આવકાર મળશે અને ઓછી જમીન માં વધુ ક્ષમતાના સોલાર પ્લાન્ટ ઓછી કિંમતે ઝડપ થી લગાવી શકાશે

અહેવાલ : સચિન પીઠવા (સુરેન્દ્રનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here