Home સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કક્ષાનો કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો

સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કક્ષાનો કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો

206
0

સુરેન્દ્રનગર : 20 મે


સુરેન્દ્રનગરમાં પંડિત દિનદયાળ ટાઉન હૉલ ખાતે જિલ્લા કક્ષાના કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ૨૪૫ સ્વ સહાય જૂથોને રૂપિયા ૨.૪૫ કરોડની ધિરાણ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જિલ્લા પંચાયત પ્રમુખ બબૂબેન પાંચાણી અને વઢવાણના ઘારાસભ્ય ધનજીભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઘારાસભ્ય ધનજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, બહેનો બચત કરવાનું અને પોતાના પાસે રહેલા પૈસાનું ખૂબ જ ચીવટપૂર્વક ખર્ચ કરવાનું કૌશલ્ય ધરાવે છે. બહેનો કેશ ક્રેડિટનો સારી રીતે ઉપયોગ કરી પગભર થઈ પોતાની અને પરિવારની આર્થિક સ્થિતિ બહેતર બનાવવામાં સફળ થશે તેવો વિશ્વાસ તેમણે વ્ય્ક્ત કર્યો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સુશ્રી દર્શનાબેન ભગલાણીએ કેમ્પના આયોજન વિશે જણાવ્યું હતું કે કેમ્પમાં કુલ ૭૯૭ અરજીઓ સ્પોન્સર કરવામાં આવી હતી. જેમાંથી ૪૫૩ અરજીઓ મંજુર કરવામાં આવી હતી. કેમ્પમાં પ્રથમ દિવસે ૨૪૫ સ્વ સહાય જુથોને રૂપિયા ૨.૪૫ કરોડની ધિરાણ સહાય વિતરીત કરવામાં આવી હતી. આ પ્રસંગે બેંક સખી તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહેલા કુલ ૯ બહેનોનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. બહેનોએ પોતાની કામગીરી અને તેનાથી તેમના જીવનમાં આવેલ બદલાવો અંગે વાત કરી હતી.

કેમ્પમાં નગરપાલિકા પ્રમુખ વીરેન્દ્રભાઈ આચાર્ય સહિતના અગ્રણીઓ, જિલ્લા કલેકટર કે. સી. સંપટ, જી. એલ.પી.સી. જનરલ મેનેજર અજયકુમાર સોલંકી, તેમજ લીડ બેંક મેનેજરશ્રી અમિતભાઈ પરમાર,RSETI પવનકુમાર ગોર, તેમજ અગ્રણી બેન્કર્સ મહાનુભાવો અને લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા..

અહેવાલ: સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here