Home સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ અને મહેન્દ્રભાઈ મુંજપરાની ઉપસ્થિતિમાં રેલવે...

સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ અને મહેન્દ્રભાઈ મુંજપરાની ઉપસ્થિતિમાં રેલવે વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ

155
0
સુરેન્દ્રનગર : 25 એપ્રિલ

સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે રેલવે અને ટેક્સટાઇલ્સ વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ તેમજ આયુષ, મહિલા અને બાળ વિકાસ વિભાગના કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાની ઉપસ્થિતિમાં રેલવે વિભાગના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી.


આ બેઠકમાં રેલવે વિભાગને લગતા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જિલ્લાના આ પ્રશ્નોને નિવારવા માટે કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી દર્શનાબેન જરદોશે અધિકારીઓને સુચના આપી હતી.આ બેઠકમાં ધારાસભ્ય ધનજીભાઈ પટેલ અને પરસોત્તમભાઈ સાબરીયા, જિલ્લા કલેકટર કે.સી.સંપટ, અગ્રણી જગદીશભાઈ મકવાણા અને વર્ષાબેન દોશી, નિવાસી અધિક કલેકટર એન.ડી. ઝાલા, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત રેલવે વિભાગના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here