Home આણંદ સમસ્ત સનાતન હિન્દુ સમાજ – આણંદનો ઋણ સ્વીકાર

સમસ્ત સનાતન હિન્દુ સમાજ – આણંદનો ઋણ સ્વીકાર

228
0

પાટણ: 20 મે


ટીમ સનાતન સારથી ( THE ULTIMATE SOLUTION) અને ઉત્તિષ્ઠ ભારત ( A GLOBAL LEADER ) ના સખત પરિશ્રમ તથા સમાજ શ્રેષ્ઠીઓના દાન સહયોગથી અને જાગૃત હિન્દુ બહેનો દીકરીઓ માતાઓના સક્રિય ઉત્સાહથી આખા દેશમાં માત્ર એક આણંદ જિલ્લામાં જ ફિલ્મ THE CONVERSION ના કુલ 60 શો નું ભવ્ય- દિવ્ય આયોજન સફળ થયું.

જેમાં બધાજ શૉ ના દાતાઓએ સમાજ જાગૃતિ માટે ઉમળકાભેર દાનની સરવાણી વહાવી, જેના આધારે આણંદ જિલ્લાની કુલ 17000 માતા-બહેનો દીકરીઓ સુધી આ વિષય પહોંચ્યો છે.

ઉપરોક્ત સમસ્ત આયોજન માટે સર્વે દાતાશ્રીઓ,દર્શક બહેનો દિકરીઓ માતાઓને સિનેમા હોલ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરનાર જ્ઞાતિસમાજો, સંસ્થાઓ, મંડળો, સંગઠનો, અગ્રણીઓ અને કાર્યકર્તાઓ,મહત્તમ નાગરિકો સુધી વિષયને પહોચાડનાર મિડીયા બંધુઓ, ખૂબ ઓછા દરે સિનેમા હોલ ઉપલબ્ધ કરાવનાર રાજ શિવાલય સિનેમા અને વિશેષતઃ ખૂબ મોટું સાહસ કરી આં વિષયમાં નાણાં રોકનાર પ્રોડ્યુસર, આ વિષય વસ્તુને લોક સમજમાં ઉતારવા યોગ્ય બનાવનાર ડાયરેક્ટર શ્રી અને સાથો સાથ તેનાં પાત્ર બનનાર હીરો – હિરોઇન, આપ સર્વેનો ટીમ સનાતન સારથી ( THE ULTIMATE SOLUTION) અને ઉત્તિષ્ઠ ભારત ( A GLOBAL LEADER ) દ્વારા ખૂબ ખૂબ આભાર માનીએ કે અમોને સમાજ જાગૃતિના ઉમદા કાર્ય માટે નિમિત્ત બનાવ્યા,
સમાજ જાગૃતિ અને લોક માંગને પહોંચી વળવા માટે તા.૨૧/૦૫/૨૦૨૨ ને શનિવારથી રાજ શિવાલય સિનેમામાં દરરોજ સાંજે ૭.૦૦ વાગ્યાનો શો ચાલુ રહેશે, જેનું સ્વ-ખર્ચે બુકિંગ ઓનલાઇન અને સિનેમા ઉપર ઓફલાઇન ઉપલબ્ધ રહેશ, તો બાકી રહી ગયેલ બહેનો – દીકરીઓ અને માતાઓમાં જાગૃતિ લાવવા વિવિધ સમાજ, સંસ્થા, સંગઠન, મંડળો સ્વયંભૂ આગળ આવી બ્લોક બુકિંગ દ્વારા આં ફિલ્મ બતાવવાનું આયોજન કરવા ટીમ સનાતન સારથી અને ઉત્તિષ્ઠ ભારતનું આહવાન છે,

અહેવાલ: ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here