Home અંબાજી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ના વહીવટદાર એસ.જે ચાવડા સાહેબ ની...

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ના વહીવટદાર એસ.જે ચાવડા સાહેબ ની બદલી થતાં વિદાઈ સમારંભ યોજાયો….

104
0
અંબાજી : 13 ફેબ્રુઆરી

મંદિર ના કર્મચારીઓ ,અધિકારીઓ દ્વારા હાર – માળા પહેરાવી, ફૂલો ની વર્ષા કરી ભાવભીની વિદાઈ અપાઈ…

દક્રોઈ પ્રાંત અધિકારી તરીકે બદલી થતાં,અંબાજી મંદિર માં વિદાય સમારંભ યોજાય.


શ્રી આરાસુરી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ માં ૪ વર્ષ થી વહીવટદાર તરીકે ફરજ બજાવતા બાહોશ ,નીડર, અનુશાસન પ્રિય અધિકારી એવા સુધેન્દ્રસિંહ ચાવડા કે જેઓ એસ.જે ચાવડા ના નામ થી ઓળખાય છે તેમની અંબાજી મંદિર વહીવટદાર થી બદલી થઈ દસક્રોઈ પ્રાંત અધિકારી તરીકે નિમણુંક થતાં આજ રોજ મંદિર ટ્રસ્ટ ના કર્મચારીઓ – અધિકારીઓ, તેમજ અંબાજી ગ્રામ અગ્રણીઓ ની હાજરી માં વિદાઈ સમારંભ યોજવામાં આવ્યો હતો .જેમાં મંદિર ટ્રસ્ટ ના અધિકારીઓ , કર્મીઓ ,ગ્રામ – અગ્રણીઓ ની હાજરી માં દ્વારા ચાવડા સાહેબ ને ફૂલો ની હાર – માળા , માતાજી ની ચૂંદડી પહેરાવી, સન્માન કરાયું હતું.

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ માં વહીવટદાર તરીકે નિમણુંક મેળવ્યા બાદ એસ.જે ચાવડા સાહેબ ની ઉત્કૃષ્ટ કામગીરી જોવા મળી હતી ,જેમાં કોરોના કાળ માં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા લોક ડાઉન દરમિયાન ગરીબ ,મજૂર વર્ગ ના લોકો ને ભોજન સેવા ,ઉકાળો, આયુર્વેદિક ઉકાળા નું ગામે ગામ વિતરણ, ઑક્સિજન ના બાટલા માટે દિન – રાત મંદિર ના વાહન મુકવા ,તેમજ મંદિર બંધ રાખી યાત્રિકો ને ઓનલાઈન દર્શન ની વ્યવસ્થા વગેરે જેવી કામગીરી કરી વહીવટદાર તરીકે શ્રેષ્ઠ ફરજ બજાવી હતી .સન્માન સમારંભ વખતે તેમના ફરજ કાળ દરમિયાન કોરોના મહામારી વખતે મંદિર બંધ રાખી ઓનલાઈન દર્શન કરાવવાના નિર્ણય વખતે તેઓ અવઢવ ની સ્થિતિ માં હતા તેમ છતાં પણ નિર્ણય લઈ ઓનલાઈન દર્શન ની સુવિધા ઊભી કરી હતી અને એક અધિકારી તરીકે ની ઓળખ કરતા અંબાજી મંદિર ના વહીવટદાર તરીકે તેમને વધુ ઓળખ મળી હતી તેવું તેમને જણાવ્યું હતું .

૪ વર્ષ ના ફરજ કાળ દરમિયાન કરેલ કામગીરી ને લીધે સ્થાનિક લોકો માં ચાવડા સાહેબ ની સારી છાપ ઊભી થઈ હતી, ત્યારે જતા જતા પણ મંદિર સ્ટાફ દ્વારા તેમને માતાજી ની મૂર્તિ ભેંટ આપી પુષ્પ વર્ષા કરી, ભારે હૈયે વિદાઈ આપવામાં આવી હતી.

અહેવાલ : અલકેશ સિંહ ગઢવી અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here