Home પંચમહાલ જીલ્લો શિવમંદિરો હર હર મહાદેવના નિનાદથી ગુંજી ઉઠયા હતા.

શિવમંદિરો હર હર મહાદેવના નિનાદથી ગુંજી ઉઠયા હતા.

208
0

કાલોલ નગરમાં શિવજીની સવારી સાથે ગામે ગામના મહાદેવ મંદિરો હર હર મહાદેવના જયઘોષ: શિવમય વાતાવરણ સર્જાયું.

કાલોલ વિસ્તારમાં શનિવારે મહાશિવરાત્રી મહાપર્વ નિમિત્તે ભગવાન સદાશિવના મહિમાસભર નગર અને તાલુકાના શિવમંદિરો હર હર મહાદેવના નિનાદથી ગુંજી ઉઠયા હતા. કાલોલ નગરમાં તેમજ ડરોલગામ, મલાવ,દેલોલ,તથા આજુબાજુના ગામોમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણીકરવા માં આવી હતી કાલોલ મઠફળિયાના સિદ્ધનાથ મહાદેવ મંદિરના શિવભકતોએ પરંપરાગત ફુલોથી સજાવેલી પાલખીમાં શિવજીની સવારી યોજી હતી, જ્યારે નગરના કનોજીયા સમુદાયના શિવભકતોએ યમુનાનગર સોસાયટીથી ગોમાનદી પટમાં આવેલા પાતાળેશ્વર મહાદેવ મંદિરથી શિવજીની સવારી યોજાયહતી તદ્ઉપરાંત શિવભકતોએ બેન્ડવાજા સાથે શિવજીની સવારી યોજી મહાશિવઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુપ્તેશ્વર મહાદેવ, મધવાસ ગામ સ્થિત ગૌષ્ણેશ્વર મહાદેવ, વ્યાસડા પંચાયત વિસ્તારમાં આવેલા આપેશ્વર મહાદેવ મંદિર ઉપરાંત ડેરોલગામ, વેજલપુર, દેલોલ, સણસોલી અને અડાદરા ગામના મહાદેવ મંદિરોમાં વહેલી સવારથી હર હર મહાદેવ, બમ બમ ભોલેનાથ અને ઓમ નમઃ શિવાયના નિનાદથી ગુંજી ઉઠયા હતા. અત્રે શિવમંદિરોમાં ધ્વજારોહણ પણ મહાશિવરાત્રી પર્વના દિવસે કરવામાં આવે છે જેથી ધ્વજારોહણ કરીને શિવજીના દર્શન, આરતી, ભાંગની પ્રસાદી અને ભજન સાથે ઉત્સાહ સાથે ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

Box: કાલોલ તાલુકામાં મહાશિવરાત્રી મહાપર્વ નિમિત્તે તાલુકાના ઘુસર ગામમાં ગોમાનદીને કિનારે પત્થરના પનારે અને પ્રકૃતિના ખોળામાં આવેલું ગુપ્તેશ્વર મહાદેવ મંદિર સુપ્રસિદ્ધ છે, એક જ પત્થરની ગુફા વચ્ચે સ્વયંભૂ ગણવામાં આવતું આ શિવલિંગ મહાભારત કાળ દરમિયાન પાંડવોના ગુપ્તવાસ સમયે પાંડવોએ અહીં આશરો લઇ આ શિવલિંગની પુજા કરી હોવાથી ગુપ્તેશ્વર મહાદેવ તરીકે જાણીતું છે. પરંપરા, સંસ્કૃતિ અને પ્રકૃતિના સાનિધ્યમાં આવેલા આ ગુફામંદિર ખાતે જપ, તપ અને આરાધના કરવા માટે અનેક યોગી, સાધુઓ આવે છે, આ ગુફામાં પૂ. રંગ અવધૂત બાપજીએ પણ ૧૯૬૦ના વર્ષમાં છ દિવસની સાધના કરી હતી. તદ્ઉપરાંત આ મંદિરે પરંપરાગત મહાશિવરાત્રીનો મેળો પણ દર વર્ષે ભરાય છે જેથી આ વર્ષે મેળો યોજાતા તાલુકાભરના શ્રધ્ધાળુઓએ મહિમા, મંદિર અને મેળાના ત્રિવેણીસંગમનો લાભ લીધો હતો.

અહેવાલ મયુર પટેલ કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here