વેરાવળ : 4 માર્ચ
વેરાવળ પાલિકા પ્રમુખનો વોર્ડ જાણે ખાડાનગર બની ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ચાર ચાર વરસથી ખોદાયેલા ખાડાનુ પુરાણ અને નવા રસ્તાની કામગીરી ન થતા રહિશો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. દુઃખદ બાબત એ છે કે અહીં વારંવાર અકસ્માતો સર્જાવા છતાં નિંભર પાલિકાના સત્તાધિશોના પેટનું પાણી હલતું નથી. ચૂંટણી સમયે મોટા વાયદા કરનારા કાઉન્સીલરો પણ ચૂંટણી પતી ગયા બાદ આ તરફ ડોકાતા ન હોવાનો સૂર પણ રહિશોમાં ઉઠ્યો છે. આ અંગે કલેક્ટરને પણ રજુઆત કરવામાં આવી છે.
વેરાવળ પાલિકા પ્રમુખના વોર્ડમાં જ આવતા ઘનશ્યાઉમ પ્લો.ટ વિસ્તાકરમાં ખોદકામ બાદ મુખ્યે રસ્તાલ નવા બની ગયા અને શેરીઓ બાકી રાખી દીઘા બાદ ચાર વર્ષથી નવા રસ્તાન બનતા ન હોવાથી કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી હતી. ખોદાયેલી શેરીઓના કારણે અકસ્માોતોના ભય ઉપરાંત બાળકો રમી શકતા નથી અને સતત ધૂળ ઉડવાથી લોકોનું આરોગ્ય જોખમાતુ હોવાની વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખએ ફરીયાદ કરી છે. વેરાવળ-સોમનાથ પાલીકાના પ્રમુખના વોર્ડના ઘનશ્યા મ પ્લોયટ વિસ્તાારની અુમક શેરીઓ પાંચેક વર્ષ પૂર્વે ખોદી નખાયા બાદ આજ સુઘી રસ્તાના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી નથી. આ બાબતે પાલીકાના શાસકો નકકર કામગીરી કરાવવાના બદલે માત્ર વચનો અને આશ્વાસનો જ આપી રહ્યાં છે. આ અંગે વિહિપના પ્રમુખએ કલેકટર, પ્રાંત અધિકારી, ચીફ ઓફીસરને લેખિત રજુઆત કરી છે.
આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખે જણાવ્યું હતું કે, ઘનશ્યાગમ પ્લોપટની 5, 6, 7, 8 અને 9 સહિત અનેક નંબરની શેરીઓમાં નવા રસ્તાર બનાવવાની કામગીરી કોઇપણ કારણોસર કરવામાં આવી ન હતી. શેરીઓ ખોદાયેલી હોવાથી લોકોને આવન-જાવન કરવામાં અકસ્માાતનો ભય રહે છે, તો બાળકો ઘરની બહાર રમી પણ શકતા નથી. ખોદાયેલી શેરીના લીઘે સતત ઘુળ ઉડડતી હોવાથી આરોગ્યહનું જોખમ ઉભુ થવાની સાથે મહિલાઓ પણ ત્રાહીમામ પોકારી ગઇ છે. સમયાંતરે આ બાબતે રજુઆતો કરી છે. ટુંક સમયમાં કામ ચાલુ થશે તેવા આશ્વાસનો લાંબા સમય સુધી આપી રહયા હતા. દરમ્યા ન ગત વર્ષે પાલીકાની ચુંટણી સમયે પણ વ્હેલીતકે શેરીમાં નવા રસ્તાત બની જશે તેવું વચન પણ આપેલ હતુ. આમ, પાલીકાના શાસકો માત્રને માત્ર વચનો અને આશ્વાસનો આપવા સિવાય કંઇ કામગીરી કરતા ન હોવાથી આજે ચાર વર્ષ બાદ પણ અમારા વિસ્તા્રની શેરીઓમાં નવા રસ્તાપ બન્યામ નથી અને કયારે બનશે તે એક સવાલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વેરાવળ-સોમનાથ શહેરના જુદા-જુદા વિસ્તાારોમાં પીવાના પાણીની અને ડ્રેનેજની લાઇનો નાંખવા માટે શેરીના રસ્તાણઓ પાંચેક વર્ષ પૂર્વે ખોદવામાં આવ્યાવ હતા. બાદમાં એકાદ વર્ષમાં લાઇનો નાંખવાની કામગીરી પુર્ણ થઇ ગયા બાદ પણ આજની તારીખે ઘણા વિસ્તાદરોની શેરીઓમાં નવા રસ્તા બનાવવાનું મુર્હત આવ્યુ નથી. જેના કારણે રહીશોને પારવાર મુશ્કેનલીનો સામનો કરવો પડી રહયો છે. આવી જ રીતે છેલ્લાઆ ચારેક વર્ષથી રસ્તાદ નવો બનાવાની રાહ જોતા અંગે લોકોની વેદના રજુ કરતા વિહીપના પ્રમુખ ગોંવિદભાઇ ભાનુશાળીએ કરેલ લેખીત રજુઆતમાં જણાવેલ કે, અમારો ઘનશ્યારમ પ્લોાટ વિસ્તાતર પાલીકાના પ્રમુખના વોર્ડમાં આવે છે. આ વિસ્તા રમાં ચાર વર્ષ પહેલા પાણીની લાઇન નાંખવા માટે તમામ રસ્તા્ અને શેરીઓ ખોદી નાંખવામાં આવી હતી. બાદમાં કામગીરી પુર્ણ થતા થોડા સમય બાદ અમારા વિસ્તાઓરના મુખ્યં માર્ગો ડામરથી મઢી નવા બનાવવામાં આવ્યાન હતા.
ટુંક સમયમાં ટેન્ડરીંગ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી રસ્તા બનશે ઃ પ્રમુખ
આ મામલે પાલીકા પ્રમુખ પીયુષ ફોંફડીએ જણાવ્યું હતું કે, મારા વિસ્તાઆર સહિત શહેરના ઘણા વોર્ડની શેરીઓમાં રસ્તા બનાવવાના કામની મંજૂરી આપી દેવામાં આવી છે અને ટુંક સમયમાં ટેન્ડતરીંગ સહિતની પ્રક્રીયા પુર્ણ થયા બાદ વાસ્તીવીક રસ્તાા બનાવવાની કામગીરી શરૂ થઇ જશે.