ગીર સોમનાથ : 22 ફેબ્રુઆરી
જુનાગઢ રઘુવંશી લોહાણા સમાજના અગ્રણી કોર્પોરેટર ગીરીશભાઇ કોટેચા મનપામાં ડેપ્યુટી મેયર તરીકે વરણી થયા બાદ પ્રથમ વખત વેરાવળ આવતા સ્થાનીક રઘુવંશી સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા સ્વાગત કરી આવકારેલ હતા.
કીશોરભાઇ સામાણી, કાળુભાઇ અભાણી સહીતના દ્વારા ગીરીશભાઇ કોટેચાને શાકર તુલાથી હરસીધ્ધી માતાના મંદિરે તોલવામાં આવેલ હતા તેમજ બાયપાસ રોડ પર આવેલ સાંચી મલ્ટીપ્લેક્ષ ખાતે લોહાણા મહાજન પ્રમુખ વિક્રમભાઇ તન્ના, અંકુર અઢીયા, મુકેશભાઇ ચોલેરા, ગીરીશભાઇ ઠકકર, ઉપેનભાઇ તન્ના, રાકેશભાઇ દેવાણી, અનીશભાઇ રાચ્છ સહીતનાએ ગીરીશભાઇ કોટેચાનું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ. બાદમાં સૌ એ સમાજ ઉતકર્ષ અંગે વિચાર વિમર્શ કર્યો હતો.