Home પાટણ વિરંજલી કાર્યક્રમ અંતર્ગત ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક...

વિરંજલી કાર્યક્રમ અંતર્ગત ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ…

210
0

પાટણ: 17 મે


આગામી 22 મી મેના રોજ પાટણ શહેરના પ્રગતિ મેદાન ખાતે શહિદોને વિરાંજલી કાર્યક્રમનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આ કાર્યક્રમના આયોજનના ભાગરૂપે પાટણ પ્રગતિ મેદાન ખાતે પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે સી પટેલ ના અધ્યક્ષ સ્થાને વિચાર વિમર્શ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રગતિ મેદાન ખાતે આયોજિત આ વિચાર વિમર્શ બેઠકમાં શહેરના તમામ વોર્ડ માંથી સામાજિક આગેવાનો,યુવાનો સહિત પાટણનાં પ્રબુધ્ધ નગરજનો એ ઉપસ્થિત રહી વિરાજલી કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડાય તેવો પ્રયાસ કરવા મુક્તમને વિચારો રજૂ કર્યા હતા.

પાટણ ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જાણીતા સાહિત્યકાર સાઇરામ દવે સવિશેષ હાજરી આપવાના હોવાનું પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલે જણાવ્યું હતું. તો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમા પાટણ જિલ્લા ભાજપ નો સહિયોગ સાંપડ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.


આ વિચાર વિમર્શ બેઠક માં નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ,સ્વછતા સેલ ના પ્રદેશ કન્વીનર સ્નહેલ ભાઈ પટેલ,પૂર્વ નગરપાલિકા પ્રમુખ હેમન્તભાઈ તન્ના, પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ, પ્રદેશ ભાજપ મહિલા અગ્રણી યોગીનીબેન વ્યાસ સહિત વિરાજલી સમિતિના સભ્યો, નગર સેવકો,વોર્ડ પ્રમુખો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હોવાનું પાટણ જિલ્લા ભાજપ મિડિયા કન્વીનર જયેશભાઈ દરજી એ જણાવ્યું હતું

અહેવાલ: ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here