ક્ચ્છ : 20 ફેબ્રુઆરી
આજરોજ આદિપુર ખાતે રૂપિયા ૧.૫૦ કરોડના ખર્ચે શ્રી આદિપુર લોહાણા સમાજ સંચાલિત નવનિર્મિત લોહાણા કન્યા છાત્રાલય (પારકર ભુવન)નું વિધાનસભા અધ્યક્ષશ્રી ડોક્ટર નીમાબેન આચાર્યના વરદ હસ્તે અને સંતો મહંતો, દાતાઓ અને સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે લોહાણા મહાજન પરિષદના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠલાણી, માજી સાંસદશ્રી ઉષાબેન ઠક્કર, નિહાલભાઈ આહયા, રશ્મિબેન વિઠલાણી, જગદીશભાઈ મજીઠીયા, પ્રવીણભાઈ જોબનપુત્રા, કે.સી. ઠક્કર તથા શ્રી આદિપુર લોહાણા સમાજના હોદ્દેદારો અને સંસ્થાકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા