Home ખેડુત સફેદ રેતીની કાળી કમાણી કરનારા પર હળવદ પોલીસના દરોડા

સફેદ રેતીની કાળી કમાણી કરનારા પર હળવદ પોલીસના દરોડા

186
0
હળવદ : 22 ફેબ્રુઆરી

 

હળવદ પંથકમાં રેતમાફિયાઓ બેફામ બન્યા છે ત્યારે દિવસ – રાત થતી રેતીચોરી ડામવાના ભાગરૂપે ગઈકાલે દિવસે અને રાત્રે હળવદ પોલીસે વેગડવાવ નજીકથી એક ડમ્પર તેમજ ઘનશ્યામગઢ નજીક થી ત્રણ મળી કુલ ચાર ખનિજચોરી મામલે ઓવરલોડ આઈવા ડમ્પરને ઝડપી લઈખાણખનિજનો મેમો આપતા રેત માફિયાઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસે ગઈકાલે વેગડવાવ ફાટક નજીકથી રેતીની ખનીજ ચોરી કરી ઓવરલોડ ચાલતા જીતેન્દ્રસિંહ હિમતસિંહ પરમારની માલિકીના જીજે- 36 – વી – 5065 નંબરના આઈવા ડમ્પર સાથે ચાલક ને ઝડપી લીધો હતો તેમજ મોડી રાત્રે ઘનશ્યામગઢ નજીક થી ગેરકાયદે સર રેતી ભરી જતા ડમ્પર જીજે-36-વી-8371,જીજે-23-એટી-7686 અને જીજે-36-વી-5216ને ઝડપી લીધા બાદમાં રેતીની ગાડીનો વજન કરાવી ખાણ ખનીજ વિભાગને આગળની કાર્યવાહી માટેનો મેમો ફટકાર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રેઢા પળ સમાન હળવદ પંથકમાં ખાણ ખનીજ વિભાગની આંખ મિચમણા જેવી નીતિને કારણે ખનિજચોરો અને ખાસ કરીને રેતીચોરી કરતા રેત માફિયા બેફામ બન્યા છે ત્યારે હળવદ પોલીસે ગઈકાલે સપાટો બોલાવી ચાર ડમ્પર પકડી પાડતા જ રેતીચોરીમાં સંડોવાયેલ ડમ્પરના માલિકો ભો ભીતર થઈ ગયા છે

ટીકરમાં ખનિજ ચોરી અટકાવવા પહેરો ગોઠવાયો

ટીકર ગામના પાદરમાં થી પસાર થતી બ્રાહ્મણી નદીમાં થતી રેતી ચોરી અટકાવવા મોરબી ખાણખનિજ વિભાગ દ્વારા ચોવીસ કલાક માટે ટીકરની બ્રાહ્મણી નદીમાં અધિકારીઓનો પહેરો ગોઠવ્યો હોવાનું જાણવા મળ્યું છે

અહેવાલ :  બળદેવ ભરવાડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here