Home દેવભૂમિ દ્વારકા વાવાઝોડાના સંકટ વચ્ચે દ્વારકા મંદિર આ દિવસે રહેશે બંધ ….

વાવાઝોડાના સંકટ વચ્ચે દ્વારકા મંદિર આ દિવસે રહેશે બંધ ….

95
0

બિપરજોય વાવાઝોડાને લઈ રાજ્યના દરિયામાં તેની અસર દેખાઇ રહી છે. અને તેના દ્રશ્યો જોઇ ભલભલા લોકો ડરી જાય. ત્યારે જગવિખ્યાત દ્વારકા દેવસ્થાન કચેરી ખાતે પ્રાંત અધિકારી એ વાવાઝોડાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું કે, વાવાઝોડાની સ્થિતિને પગલે આવતીકાલથી જગત મંદિર ભાવિકો માટે બંધ રાખવામાં આવશે. જોકે, પૂજારી પરિવાર દ્વારા સેવા પૂજા ચાલું રહેશે.  જો કે, સોશિયલ મીડિયા મારફતે દર્શન કરી શકાશે.

 દ્વારકા મંદિરે આવતા પ્રવાસીઓને અપીલ કરવામાં આવે છે કે, મંદિર બંધ હોય પોતાનો પ્રવાસ મોકૂફ રાખે. આવતીકાલે એક દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વાવાઝોડાની શક્યતાઓને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત નૂતન ધ્વજા આરોહરણ પણ હાલ નહિ ચડે. પવનની સ્થિતિના કારણે ધ્વજાને નુકસાન પણ થયું છે.

 બીજી તરફ તાજેતરમાં જ બિપરજોય વાવાઝોડાને લઈ રેલવે દ્વારા સોમનાથ આવતી જતી રેલવે તથા બસ સર્વિસ પણ બંધ કરવામાં આવી છે. વાવાઝોડાને લીધે બહારથી આવતા શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં ન મુકાય તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને આ સમયમાં સોમનાથ દર્શન માટે ન આવવા અપીલ કરવામાં આવી છે. બિપરજોય વાવાઝોડાને ધ્યાનમાં રાખી સમુદ્રપથ પ્રોમોનેડ (વોક-વે) બંધ કરવામાં આવ્યો છે. તેમજ સોમનાથના ઈતિહાસને ઉજાગર કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ બંધ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here