સુરેન્દ્રનગર : 16 મે
માણાવદરથી કપાસની ગાંસડીઓ ભરેલી ટ્રક તામિલનાડુ જઈ રહી હતી. ત્યારે લીંબડી હાઈવે પર કાનપરાના બોર્ડ પાસે ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા ટ્રક રોડ નીચે ઉતરી વીજ પોલ સાથે અથડાઈ હતી. તીખારા ઝરતા કપાસની ગાંસડીમાં આગ લાગી હતી. ડ્રાઈવર અને કલીનર જીવ બચાવી ટ્રક બહાર નીકળી ગયા હતા. ઘટનાની જાણ થતાં લીંબડી ન.પાલિકા ઈ.સીઓ આર.બી.સાનિયા, એસ.આઈ જગદીશ મકવાણા ફાયર બ્રિગેડની ટીમ સાથે દોડી આવ્યા હતા. પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ પરંતુ કપાસ બળીને ખાખ થઈ ગયો હતો. થોડા અંશે ટ્રકને બચાવી લેવામાં આવી હતી.