કચ્છ: 20 ઓગસ્ટ
આગામી 28 મી ઓગસ્ટ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજ ખાતે આવી રહ્યા છે ત્યારે આજે રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા ના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી જેમાં રાપર તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ કાનજીભાઈ ગોહિલ રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા ડોલરભાઇ રાજગોર મહેન્દ્રસિંહ વાઘેલા કાનજીભાઈ પટેલ રામજી સોલંકી આંકડા અધિકારી ડી જે ચાવડા ટીડીઓ મોઢેરા પ્રકાશ ચૌહાણ દેવાભાઇ આહિર હરેશ પરમાર વિપુલગીરી બી. પી ગુંસાઈ સહિત ના આગેવાનો પદાધિકારીઓ અને અધિકારીઓ સરપંચો તાલુકા પંચાયત જીલ્લા પંચાયત ના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા આજે મળેલી બેઠકમાં રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં થી વધુ ને વધુ લોકો લઈ જવા માટે કટિબદ્ધ છે આજે મળેલી બેઠકમાં 68 એસ.ટી રુટ દ્વારા લોકોને ભુજ આવવા જવા માટે તૈયાર કરવામાં આવેલા છે લોકો ને વધુ પ્રમાણમાં લઈ જવા માટે તમામ ઉપસ્થિતો ને અનુરોધ કર્યો હતો