Home પાટણ યુક્રેનમા ફસાયેલા પાટણના વિદ્યાર્થીઓને પોલેન્ડ ખસેડાયા…..

યુક્રેનમા ફસાયેલા પાટણના વિદ્યાર્થીઓને પોલેન્ડ ખસેડાયા…..

152
0
પાટણ : 26 ફેબ્રુઆરી

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયું છે જેને લઇને યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે જેને લઇને વાલીઓ ચિંતામાં મુકાયા છે ત્યારે વાલીઓની રજૂઆત અને ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓ પણ આનંદ છવાયો છે.

યુક્રેનમા ફસાયેલા પાટણના વિદ્યાર્થીઓને પોલેન્ડ ખસેડાયા…..

રશિયાએ યુક્રેન પર આક્રમણ કરતા તંગદિલીભર્યો માહોલ છવાયો છે જેને પગલે ઉચ્ચ અભ્યાસર્થે ગયેલા વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે..આ પરિસ્થિતિમાં તેમના વાલીઓ પણ પોતાના બાળકોને લઈ ચિંતિત બન્યા છે ત્યારે પાટણ જિલ્લાના 100 કરતા વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે.પાટણ શહેરના 30 થી વધુ વિદ્યાર્થીઓ પણ એમાં સામેલ છે. આ તમામ વિદ્યાર્થીઓ એમબીબીએસ કે અન્ય ઉચ્ચ અભ્યાસ અર્થે યુક્રેન ગયેલા છે.બે દિવસ અગાઉ વાલીઓએ પોતાના બાળકો સાથે વાત કરી હતી જેમાં બાળકોએ પોતાની પરિસ્થિતિ વિસે જણાવતાં વાલીઓ ચિંતિત બન્યા છે.અને પોતાના બાળકોને સહી સલામત સુરક્ષિત સ્થળે ખેસેડવા માટે અને પરત લાવવા સરકાર સમક્ષ માંગણી કરી હતી આ મુદ્દે પાટણના ધારાસભ્ય ને પણ વાલીઓએ રજૂઆત કરી હતી જેને પગલે પાટણના ધારાસભ્ય એ રાજ્યના વડા પ્રધાનને ઈ-મેલથી રજુઆત કરી આ તમામ વિધાર્થીઓને પરત લાવવાની માંગ કરી હતી ત્યારે ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ભારત સરકાર દ્વારા ગઈકાલે શુક્રવારે રાત્રે વિદ્યાર્થીઓને ઇન્ડિયન એમ્બેસી મારફતે યુક્રેનથી પોલેન્ડ બોર્ડર સુધી ખસેડીને ત્યાંથી ભારત લાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના અનુસંધાને ઇન્ડિયન એમ્બેસી દ્વારા ઉત્તર ગુજરાતના 50 જેટલા છાત્રોને બસ મારફતે પોલેન્ડ બોર્ડર સુધી ખસેડવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓમાં 20 જેટલા પાટણમાંના વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે અને તમામ વિદ્યાર્થીઓને બસ મારફતે પોલેન્ડ બોર્ડર સુધી લઈ જવાની કામગીરી હાથ ધરાઇ છે.

બોર્ડર સુધી પહોંચવાના રસ્તા પર વાહનોની લાંબી કતારો સર્જાતા અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી બોર્ડર સુધી વિદ્યાર્થીઓને 30 કિલોમીટર પગપાળા ચાલીને જવાની ફરજ પડી હોવાનું પાટણ શહેરના વાલીઓએ સંતાન સાથે થયેલ ટેલિફોનિક વાતચીતને આધારે મીડિયા સમક્ષ જણાવ્યું હતું. સરકાર દ્વારા વિદ્યાર્થીઓને પરત લાવવાની કામગીરી શરૂ કરતા વિદ્યાર્થીઓ પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.

 

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here