Home અમદાવાદ પર્યાવરણના રક્ષણ માટે બે દિવસ સાયન્સ સિટી ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન, લોકોને...

પર્યાવરણના રક્ષણ માટે બે દિવસ સાયન્સ સિટી ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન, લોકોને આ રીતે કરાશે જાગૃત

83
0

5 જૂને સમગ્ર વિશ્વભરમાં પર્યાવરણ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારે ગુજરાત સાયન્સ સિટીના સાયન્સ પોપ્યુલરાઈઝેશન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી શનિ અને રવિવાર ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, 3 અને 4 જૂન એમ બે દિવસ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત સાયન્સ સિટીમાં વિવિધ પર્યાવરણલક્ષી કાર્યક્રમો યોજાશે.

પ્લાસ્ટિકની વસ્તુઓના વિકલ્પ તરીકે ઉપયોગમાં લઈ શકાય તેવી પર્યાવરણને અનુકૂળ વસ્તુઓના સ્ટોલ્સનું પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે. બે દિવસ સુધી ચાલનાર આ પ્રદર્શન થકી પર્યાવરણ પ્રત્યે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીમાં પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ વર્ષે પર્યાવરણની થીમ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા પર કેન્દ્રીત કરવામાં આવી છે, જેના થકી સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિક પ્રદૂષણના નિકાલ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસને લઈ ગુજરાત સાયન્સ સિટીમાં પણ બે દિવસ ખાસ કાર્યક્રમો યોજવામાં આવશે. આજે અને આવતીકાલે એમ બે દિવસ સાયન્સ સિટીના નોબલ ડોમમાં પ્લાસ્ટિકની વસ્તુઓના વિકલ્પ તરીકે ઉપયોગમાં લઈ શકાય તેવી અન્ય વસ્તુઓ અને પર્યાવરણને અનુકૂળ વસ્તુઓના 20 જેટલા સ્ટોલ્સનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here