Home જુનાગઢ માંગરોળ તાલુકાના ફરંગટા ગામે ઈતિહાસ રચાયો!..પ્રથમ વાર ઉપસરપંચ તરીકે મહિલા ની બીન...

માંગરોળ તાલુકાના ફરંગટા ગામે ઈતિહાસ રચાયો!..પ્રથમ વાર ઉપસરપંચ તરીકે મહિલા ની બીન હરીફ વરણી…

51
0
જુનાગઢ : 19 જાન્યુઆરી

લોકશાહી સમાજ વ્યવસ્થામાં શહેર અને ગ્રામ્ય કક્ષાએ પંચાયતી રાજની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પુરૂષ વર્ગના વર્ચસ્વ સામે મહીલાઓની ભાગીદારી વધારવા વોર્ડ સદસ્યો અને સરપંચો ના પદો મહિલા અનામતો જાહેર કરવા પડે છે સમાજની આ સર્વ સામાન્ય માન્યતા ને ફરંગટા ગ્રામ પંચાયતે તોડી સામાન્ય રીતે પુરુષ વર્ગના અધિકાર ની ગણાતી ઉપસરપંચ પદ પર ગામની એજયુકેટેડ દિકરી ને બીન હરીફ પસંદ કરી નારી શકિતનું સન્માન કર્યું. માંગરોળ તાલુકાના ઈતિહાસ માં સૌ પ્રથમ વખત ઉપ સરપંચ પદે મહિલા ની પસંદગી થઈ, ફરંગટા ગ્રામ પંચાયત ની આજે તારીખ ૧૮/૧/૨૨ ના રોજ મળેલી પ્રથમ બેઠકમાં ગરાસીયા ક્ષત્રીય રાજપૂત સમાજ ના મહિલા એડવોકેટ પ્રકાશબા મનુભા કચ્છવાની બીન હરીફ નિયુક્તિ, સાથી મહિલા સદસ્યોએ નવ નિયુક્ત મહિલા ઉપ સરપંચ એડવોકેટ પ્રકાશબા કચ્છવાને પુષ્પગુચ્છ થી સન્માનિત કર્યા,પ્રકાશબા પર અભિનંદન ની વર્ષા કરી હતી.


અહેવાલ : વૈશાલી કગરાણા, જૂનાગઢ
Previous articleશ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો ત્રીજો દીક્ષાંત સમારોહ – ગોધરા
Next articleહેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા ગુરુવારથી લેખિત પરીક્ષાનો પ્રારંભ થશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here