કચ્છ : 1 માર્ચ
મહાશિવરાત્રીના દિવસે એક અનોખો પ્રસંગ ઉજવાયો હતો
અંજારની ભાગોળે આવેલ ગોવર્ધન નંદિશાળા ખાતે મહાશિવરાત્રીના દિવસે નંદિનું મંદિર ખુલ્લું મુકવામાં આવ્યું હતું,વાજતેગાજતે શાસ્ત્રોકત વિધિપૂર્વક પૂજન કરીને મંદિરને ખુલ્લું મુકવામાં આવ્યું હતું, આ તકે ભગવાનદાસજી મહારાજ,ધારાસભ્ય વાસણભાઇ આહિર ,ઉપસ્થિત રહ્યા હતા.
હાલમાં જીવંત નંદિની સવાર સાંજ પૂજા કરવામાં આવે છે પણ તેની સાથે હવે નંદિની મૂર્તિ સ્થાપના કરવામાં આવી છે જે મહા શિવરાત્રીના દિવસે ભાવિકો માટે ખુલ્લી મુકવામાં આવી હતી.
અંજાર સચીદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના જણાવ્યા પ્રમાણે ગોવર્ધન નંદિશાળાની સ્થાપના 26 ઓગસ્ટ 2019ના કરવામાં આવી હતી. અહીં 600 જેટલા નાના મોટા નંદીઓનો નિભાવ થાય છે ત્યારે આ તમામ નંદીઓનું મહા શિવરાત્રીના દિવસે પૂજન કરીને 101 કિલોની લાપસી પીરસવામાં આવી હતી..આ કાર્યમાં સંવેદના ગૌ સેવા ગ્રુપ દ્વારા તમામ કાર્યકર સેવા કાર્યમાં જોડાયા હતા.