પાટણ : 16 મે
પાલનપુર ખાતે ચાલી રહેલી 108, ખિલખિલાટ, 1962(MVD) અને MHU ટીમો વચ્ચેની બેડમિન્ટન સ્પર્ધામાં પાટણ તરફથી જિલ્લા સુપરવાઈઝર નરેશ પટેલ અને પાયલોટ જયસિંહ રાજપૂતની 108 ની ટીમે MVD, MHU અને ખીલખીલાટની ટીમને હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો અને ફાઇનલમાં પણ MVD ની ટીમને હરાવી જીતનો ટાઇટલ પોતાના નામે કર્યો હતો.
પાટણ જિલ્લા સુપરવાઈઝર નરેશ પટેલ અને પાયલોટ જયસિંહ રાજપૂત એ બેડમિન્ટનમાં ફાઇનલમાં જીત અપાવાથી પાટણ 108 ના કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો..