Home પંચમહાલ જીલ્લો ફુટબોલ ખેલાડીઓને વિનામુલ્યે મળી રહેશે તાલીમ અને પ્રશિક્ષણ

ફુટબોલ ખેલાડીઓને વિનામુલ્યે મળી રહેશે તાલીમ અને પ્રશિક્ષણ

152
0

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર સંચાલિત ગોધરા સ્થિત કનેલાવ ખાતે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત ફુટબોલ ખેલો ઇન્ડીયા સેન્ટરની માન્યતા મળી છે. આ સેન્ટર દ્વારા ખેલાડીઓને નિષ્ણાંત કોચ થકી વિનામુલ્યે તાલીમ અને સાધનો જેવી સુવિધાઓ પુરી પાડવામાં આવશે. અત્યારે આ મેદાન ખાતે બહોળી સંખ્યામાં ખેલાડીઓ તાલીમ મેળવી રહ્યા છે.

આવનાર સમયમાં પંચમહાલ જિલ્લાના ખેલાડીઓ વિવિધ રમતોત્સવમાં ભાગ લઈને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જિલ્લાનું અને રાજ્યનું પ્રતિનિધિ કરીને સિધ્ધિ મેળવી શકે તેના અનુસંધાને સરકાર તરફથી ફુટબોલ ખેલો ઇન્ડીયા સેન્ટરની માન્યતા મળી છે. તેમ ડી.એસ.ડી.ઓ. પ્રતાપ  પસાયાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here