Home Other પોશીના તાલુકા પંચાયતના પ્રમુખ ચીમન ગમાર સામે અવિશ્વાસની દરખાસ્ત…

પોશીના તાલુકા પંચાયતના પ્રમુખ ચીમન ગમાર સામે અવિશ્વાસની દરખાસ્ત…

129
0
સાબરકાંઠા/ પોશીના : 21 જાન્યુઆરી

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકા પંચાયતના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઈ પોશીના તાલુકા પંચાયત ૧૯ સભ્યો પૈકી ભાજપના ૧૧ અને કોંગ્રેસના 2 મળી કુલ ૧૩ સભ્યો એ તાલુકા પંચાયત પ્રમુખ વિરુદ્ધ આજરોજ ગુરુવારે અવિશ્વાસની દરખાસ્ત રજુઆત કરતા રાજકારણ ગરમાયુ છે.પોશીના તાલુકા સેવાસદન ખાતે નાયબ .ટી.ડી યો સમક્ષ ભાજપ 11 અને કોંગ્રેસ 2સભ્યો મળી તાલુકા પંચાયતના ૧૩ સભ્યોએ પોશીના તાલુકા પંચાયત પ્રમુખ ચીમનભાઈ ખેતાભાઇ ગમાર ની વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરી હતી જેમાં જણાવ્યા અનુસાર પ્રમુખ પોતાની મરજી મુજબ શાસન ચલાવી સભ્યોને વિશ્વાસમાં લીધા વિના નિર્ણય લેતા હોવાનું અને ઇરાદાપૂર્વક ભેદભાવ રાખી દરેક સભ્યોને ન્યાય ન આપતા હોવાનો આક્ષેપ કરાયા હતા.


અહેવાલ : કિરણ ડાભી, પોશીના

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here