Home પાટણ પાટણ ખાતે જિલ્લાકક્ષાનો કલા મહાકુંભ યોજાયો

પાટણ ખાતે જિલ્લાકક્ષાનો કલા મહાકુંભ યોજાયો

174
0
પાટણ : 8 ફેબ્રુઆરી

પાટણ ખાતે યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે જિલ્લાકક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો.જેમાં અલગ અલગ 17 કૃતિઓમાં 800 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાના કૌશલ્ય દર્શાવ્યા હતા. વિજેતા થનાર વિદ્યાર્થીઓ આગામી સમયમાં પ્રદેશ કક્ષાએ યોજાનાર કલા મહાકુંભ મહોત્સવમાં ભાગ લેશે.
પાટણ ખાતે જિલ્લાકક્ષાનો કલા મહાકુંભ યોજાયો
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ કમિશનર કચેરી ગાંધીનગર પ્રેરિત જિલ્લા વહીવટીતંત્ર પાટણ દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી પાટણ દ્વારા સંચાલિત આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત મંગળવારે પાટણ ખાતે યુનિવર્સિટીના કન્વેનશન હોલ અને ગાર્ડન મળી કુલ 5 જગ્યાએ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો . આ કલા મહાકુંભને જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ વિધિવત રીતે ખુલ્લો મુક્યો હતો. આ કલા મહાકુંભ માં ભરતનાટ્યમ, લોકનૃત્ય, ગરબા,રાસ, કથ્થક એક પાત્રીય અભિનય, લોકવાર્તા, વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા ,ચિત્ર સ્પર્ધા, કાવ્ય લેખન સહિતની 17 કૃતિઓમાં જિલ્લાના બાળ , યુવા અને વયસ્ક કલાકારોએ ભાગ લઈ પોતાની કલા રજૂ કરી હતી.વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ કોરોના ગાઈડ લાઈન સાથે આ કલા મહાકુંભ યોજવામાં આવ્યો હતો.

પાટણ ખાતે જિલ્લાકક્ષાનો કલા મહાકુંભ યોજાયો

જિલ્લાકક્ષાના કલા મહાકુંભ માં વિજેતા થનાર વિદ્યાર્થીઓ આગામી સમયમાં પ્રદેશ કક્ષાએ યોજાનાર કલા મહાકુંભમા ભાગ લેશે.કલા મહા કુંભમાં વિજેતા થનાર સ્પર્ધકોને રોકડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અહેવાલ: ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here