પાટણ: 19 મે
પાટણ શહેરમાં વધેલી બાઈક અને એકિટવા ચોરીની ઘટનાઓને ધ્યાને લઈને આવા વાહનોની ઉઠાંતરી કરનારા શખ્સોને શોધી રહેલી પોલીસે પાટણમાં એક સમયે ગેરેજ ધરાવતા એક વ્યકિતનાં દિકરાને એક નંબર વગરનાં એકિટવા સાથે ઝડપી લીધો હતો . પોલીસે તેની પુછપરછ કરતાં તેણે વધુ બે વાહનોની ચોરી કબુલી હતી . જે અંગે અગાઉ બંને ગુનાઓ પાટણ એ અને બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા .
આ અંગેની વિગતો એવી છે કે , પાટણ એ ડિવીઝન પોલીસ ગઈકાલે વાહન ચેકીંગમાં હતી ત્યારે તેને મળેલી બાતમી આધારે પાટણનાં વેરાઈ ચકલા વિસ્તારમાં વોચ ગોઠવી હતી . જે બાતમી મુજબનું નંબર વગરનું એકિટવા લઈને કાળા કલરની તથા નેવી બ્લુ કલરનું ટીશર્ટ પહેરેલો એકિટીવા ચાલકનિકળતાં તેની પુછપરછ કરતાં આ એકિટવા ચોરીનું હોવાનું જણાવ્યુ હતું . પોલીસે પકડેલા આ શખ્સનું નામ દિપેન નિર્મળભાઈ નવનીતભાઈ શાહ રે . ખેજડાનો પાડો , ઘીવટો , પાટણ હોવાનું જણાવ્યુ હતું . પોલીસે વધુ તપાસ હાથ ધરતાં પાટણ એ અને બી ડિવીઝનામાં અગાઉ નોંધાયેલા આવા વાહન ચોરીનાં ગુનાઓમાં પણ તેની સંડોવણી હોવાનું બહાર આવ્યુ હતું . અગાઉ જે બે વાહનો ચોરાયા હતા તેમાં જી.જે .૨૪ – એ ૮૮૪૯ તથા જીજે ૦૮ – એ.એચ. – ૩૭૮૯ નો સમાવેશ થાય છે . આરોપીને કોર્ટમાં રજૂ કરાય તેવી શક્યતા છે.