Home પાટણ પાટણથી શરૂ થયેલી પહેલનો ફરી અમલ

પાટણથી શરૂ થયેલી પહેલનો ફરી અમલ

143
0
પાટણ: 13 જાન્યુઆરી

કોરોના વાયરસની શરૂઆતના સમયમાં જ્યારે સામાજીક અંતર જાળવવાનો માર્ગદર્શિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો ત્યારે પાટણ ખાતે વેપારીઓએ દુકાન આગળ કુંડાળા દોર્યા હતા, જેના કારણે ગ્રાહકો વચ્ચે સામાજીક અંતર જળવાય. જેની તત્કાલીન સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર, મહાનાયક અમિતાભ બચ્ચન અને પ્રથમ મહિલા આઈ.પી.એસ. કિરણ બેદીએ વિવિધ માધ્યમો પર નોંધ લીધી અને ત્યારબાદ આ પ્રથા દેશભરમાં શરૂ થઈ.

ભીડભાડવાળા વિસ્તારોમાં સામાજીક અંતર ન જળવાય એટલે કોરોના સંક્રમણનું જોખમ. બે ગજની દૂરી જળવાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેનો અમલ કરાવવા નગરપાલિકા દ્વારા વેપારીઓને સુચના પણ આપવામાં આવી. જેના પગલે પાટણના બજાર વિસ્તારમાં વેપારીઓએ ગ્રાહકો વચ્ચે સુરક્ષિત અંતર જળવાઈ રહે તે માટે પોતાની દુકાનો આગળ કુંડાળા દોર્યા છે. સાથે જ દુકાન સિવાય બજારના ખુલ્લા વિસ્તારોમાં પણ સામાજીક અંતર જળવાય તે માટે વહિવટી તંત્ર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.

અહેવાલ ; પ્રતિનિધિ પાટણ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here