Home સુરેન્દ્રનગર પાટડી તાલુકાના નવરંગપુરા ગામના દરેક ઘરે લહેરાશે તિરંગો

પાટડી તાલુકાના નવરંગપુરા ગામના દરેક ઘરે લહેરાશે તિરંગો

165
0

સુરેન્દ્રનગર : 5 ઓગસ્ટ


હર ઘર તિરંગા અભિયાનમાં ગ્રામ લોકો સક્રિયપણે જોડાય તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે.-નવરંગપુરા સરપંચશ્રી નનુંભાઈ કટારીયા

લોકો હર ઘર તિરંગા અભિયાનમાં જોડાય તે માટે ઘરે-ઘરે જઈને તેમને જાણકારી આપવામાં આવી રહી છે.-અગ્રણીશ્રી ચિંતનભાઈ મહેતા*

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં તા. ૧૩થી ૧૫ ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના લોકો પણ આ અભિયાનમાં જોડાવા ઉત્સુક છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરેક લોકો આ અભિયાનમાં જોડાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત પાટડી તાલુકાના નવરંગપુરા ગામે સરપંચશ્રી અને ગામના અગ્રણીશ્રીઓ દ્વારા ગામમાં તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું.

નવરંગપુરા ગ્રામ પંચાયત સરપંચશ્રી નનુંભાઈ કટારીયા જણાવે છે કે હર ઘર તિરંગા અભિયાનમાં ગ્રામલોકો સક્રિયપણે જોડાય તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા અપાયેલ તિરંગાનું ગામમાં વિતરણ કરવામાં આવ્યું છે અને લોકો પણ આ અભિયાનમાં જોડાવા માટે રસ દાખવી રહ્યા છે.
નવરંગપુરા ગ્રામ અગ્રણીશ્રી ચિંતનભાઈ મહેતા જણાવે છે કે ગામના દરેક ઘર પર તિરંગો લહેરાય તે માટે આખા ગામમાં તિરંગાનું વિતરણ કરવામાં આવશે અને સમગ્ર ગામને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જોડવામાં આવશે. લોકોમાં દેશપ્રેમનાં ગુણોનું સિંચન થાય અને દરેક લોકો આ અભિયાનમાં જોડાય તે માટે ઘરે-ઘરે જઈને તેમને અભિયાનની જાણકારી આપવામાં આવી રહી છે. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન આખા ગામમાં દેશભક્તિનું વાતાવરણ ઊભું થાય અને લોકોમાં દેશદાઝ કેળવવા માટે આ અભિયાન અત્યંત આવશ્યક છે. ‘હર ઘર તિરંગા’ અભિયાન એ સરકારશ્રીનો ઉમદા પ્રયાસ છે.

ગામની દૂધ ઉત્પાદન મંડળીના સંચાલક શૈલેષભાઈ જણાવે છે કે ગામના દરેક પશુપાલકો અને દૂધ ઉત્પાદકો હર ઘર તિરંગા અભિયાનમાં જોડાય તે માટે તેમને મૌખિક સૂચના આપી દેવામાં આવી છે. તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન દરેક પશુપાલકના ઘરે તિરંગો ફરકાવવામાં આવશે અને દરેક પશુપાલક આ અભિયાનમાં જોડાવા આતુર છે.

અહેવાલ : સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here