ખેડબ્રહ્મા : 27 એપ્રિલ
ગુજરાત સરકારની યોજના અંતર્ગત ખેડબ્રહ્મા થી નાકા રોડ ઉપર મેઇન લાઇનમાં જ વાલ મૂકવામાં આવ્યા છે ત્યાંથી હજારો લિટર પાણી વેડફાઇ રહ્યું છે. તંત્રની બેદરકારી તમે જોઈ શકો છો આજે ભર ઉનાળાની અંદર પાણીની એટલી બધી સમસ્યા છે એ સમસ્યા ની વચ્ચે આજે પાણી વેડફાય છે. તેને ધ્યાન દોરનાર કોઈ જોવા મળતું નથી આવી જે યોજના ની અંદર જે કામગીરી થાય છે કે આ કામમાં પ્રશ્ન એ થાય છે કે એ કામગીરી નબળી જોવા મળી રહી છે અને એ કામ થાય છે તેમાં ઘણા બધા કામો ની અંદર નિષ્ફળતા પણ જોઈ શકો છો તમે બીજી ફુવારો મૂકવામાં આવેલા છે તે ફુવારા ની અંદર પાણી વેડફાય છે તો એના માટે ક્યાંક માલસામાનની અંદર ખામીઓ નથીને તેઓ પણ જનતામાં પ્રશ્ન જોવા મળે છે.આ યોજના ની અંદર ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પણ રૂપિયા યોગ્ય જગ્યાએ ન હોય એવું જનતાનું કહેવું છે માટે સરકારના પૈસા યોગ્ય જગ્યાએ વપરાય સારું કામ થાય અને આ પાણી જોઈએ છે એ એનું મૂલ્ય જળવાય તેવી લોક માગણી છે