Home સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા એ.પી.એમ.સી. ના ચેરમેન તેમજ વાઇસ ચેરમેન ની નિમણુક

ધ્રાંગધ્રા એ.પી.એમ.સી. ના ચેરમેન તેમજ વાઇસ ચેરમેન ની નિમણુક

214
0
સુરેન્દ્રનગર : 22 એપ્રિલ

આજરોજ ધાંગધ્રા એ.પી.એમ.સી.ના ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની પ્રથમ ટર્મ પુરી થતા બીજા ટર્મ માટેની ચેરમેન તેમજ વાઇસ ચેરમેન ની નિમણુક કરવામાં આવી હતી.ખેડૂતો ને સારી સગવડ મળે તેમજ તેમના પાકના પૂરતા ભાવ મળે તે હેતુથી ધ્રાંગધ્રા એ.પી.એમ.સી. કાર્ય કરી રહી છે. ત્યારે વર્ષો બાદ ધ્રાંગધ્રામાં એ.પી.એમ.સી. શરૂ થયુ છે અને ખેડૂતોને તેનો લાભ પણ મળ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ખેડૂતોને વધુ સારી સુવિધાઓ મળે તે માટે ધ્રાંગધ્રા એ.પી.એમ.સી. કામ કરવા માટે આગળ આવી છે.ત્યારે આજરોજ ભાજપના સુરેન્દ્રનગર જિલ્લાના મહામંત્રી જયેશ ભાઈ પટેલ ની અધ્યક્ષતામાં ધ્રાંગધ્રા એ.પી.એમ.સી. ખાતે બીજી ટર્મ માટે ચેરમેન તેમજ વાઇસ ચેરમેન ની નિમણુક કરવામાં આવી હતી.

જેમાં ચેરમેન તરીકે કનકસિંહ ઝાલા ની નિયુક્તી કરવામાં આવી હતી જ્યારે વાઇસ ચેરમેન તરીકે મનીષભાઈ પટેલ ની નિયુક્તી કરવામાં આવી હતી. જ્યારે આ બંને ની નિયુક્તી થતા એ.પી.એમ.સી. ના ડીરેક્ટરો એ ફુલહાર કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે ધ્રાંગધ્રા શહેરના તેમજ ગ્રામ્યના સંગઠન ના હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ શુભેચ્છાઓ આપી હતી. જ્યારે નવ નિયુક્ત ચેરમેને પણ પક્ષે જે વિશ્વાસ મુક્યો તે માટે આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here