Home પાટણ ધારપુર મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગના પ્રોફેસર ની બદલી થતા વિદાય સન્માન સમારોહ...

ધારપુર મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગના પ્રોફેસર ની બદલી થતા વિદાય સન્માન સમારોહ યોજાયો….

88
0

પાટણ : 4 મે


પાટણની ધારપુર જીએમઈઆરએસ મેડીકલ કોલેજના પેથોલોજી વિભાગના કાર્યકારી વડા અને એસોસીએટ તરીકે ડો . પીયુષ કે . સોલંકી ફરજ બજાવતા હતા . જેઓની બદલી હિંમતનગર ખાતે એસોસીએટ પ્રોફેસર તરીકે બદલી થતા તેમનો વિદાય સમારોહ યોજાયો હતો . જેમાં ધારપુર પેથોલોજી વિભાગમાંથી છુટા થતાં વિભાગના તમામ સ્ટાફ દ્વારા મોમેંન્ટો તેમજ સાલ ઓઢાડી ભીની આંખે વિદાય આપવામાં આવી હતી .

પેથોલોજી વિભાગમાં છેલ્લા પાંચ વર્ષથી વધારે સમય માટે સેવા આપતા હતા . પેથોલોજી વિભાગમાં સેન્ટ્રલેબ તેમજ બ્લડ બેંકનું કામ પણ વડાના પાસે હોવાથી ડો . પિયુષ સોલંકીએ કુશળતાથી અને પોતાના બહોળા અનુભવથી ઉચ્ચાઈઓ સર કરી હતી . પોતાના કાર્યકાળ દરમ્યાન બ્લડ બેંક બંધ હતી , તે ચાલુ કરાવવામાં મોટી સફળતા હાસલ કરી હતી અને બ્લડ બેંક રાબેતા મુજબ ચાલુ કરવામાં ડો . પિયુષ સોલંકીનો સિંહફાળો રહ્યો હતો.

અહેવાલ: ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here