Home સુરેન્દ્રનગર ધંધુકા તાલુકા માં આધુનિક મેડિકલ સુવિધાથી સજ્જ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું

ધંધુકા તાલુકા માં આધુનિક મેડિકલ સુવિધાથી સજ્જ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું

186
0

સુરેન્દ્રનગર: 3 જાન્યુઆરી


ગુજરાત સરકાર ના શ્રમ કોસલ્યા
વિકાસ અને રોજગાર વિભાગ અને EMRI GREEN HEALTH SERVICE DCનાં સંયુક્ત ઉપક્રમે કાર્યરત ધન્વન્તરિ રથ ની તંદુરસ્ત શ્રમિક પરિવાર, તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત રાષ્ટ્ર ના નિર્માણના સૂત્રને સાર્થક કરવાના નેમ સાથે ધંધુકા તાલુકામાં ફાળવણી કરવામાં આવી છે.

ધંધુકા તાલુકા માં આધુનિક મેડિકલ સુવિધાથી સજ્જ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું કાર્યક્રમ માં EMRI GREEN HEALTH SERVICE વતી ધન્વન્તરી રથ નાં પ્રોજેક્ટ ધનવતરી નાં સ્ટાફ, રેફરલ હોસ્પિટલ સ્ટાફ . superintendent Dr. Bhavesh Hadiyal sir .108 અને ખિલખિલાટ ના સ્ટાફ હાજર રહેલ હતા.

ધન્વન્તરિ રથ ની સેવાઓ બાંધકામ શ્રમિકોને તેઓના કાર્યસ્થળ જેવા કે બાંધકામ સાઈટ , કડીયાનાકા તેમજ શ્રમિક વસાહતો સુધી પહોચી , આરોગ્ય પ્રાથમિક સેવાઓ પૂરી પાડવા કટિબદ્ધ છે. જેમાં શ્રમિકોની ઓનલાઈન ડેટા એન્ટ્રી અને રજિસ્ટ્રેશન , જીપીએસ દ્વારા રિયલ ટાઇમ ટ્રેકિંગ તેમજ તાલીમબદ્ધ કર્મચારીઓ દ્વારા તબીબી સેવાઓ નિશુલ્ક પૂરી પાડવામાં આવે છે. અને બાંધકામ શ્રમિકો ને વિના મૂલ્યે બાંધકામ શ્રમિક તરીકે નોંધણી કરી ઈ- નિર્માણ કાર્ડ કાઢી આપવાની વ્યવસ્થા સાથે તબીબી સેવાઓ જેવી કે તાવ , ઝાડા , ઉલટીની સારવાર , ચામડી ની રોગો ની સારવાર , સામાન્ય રોગો ની સારવાર , રેફરલ સેવા , નાના બાળકોની સારવાર , સગર્ભા માતાની પ્રાથમિક તપાસ ,

ઉપરાંત લેબોરેરી જેમાં હિમોગ્લબિન ની તપાસ , મલેરીયા ની તપાસ , પેસાબ ની તપાસ , લોહીમાં સુગર ની તપાસ , પ્રગનેન્સી ટેસ્ટ વગેરે સેવાઓ ઉપલબ્ધ રહેશે .

અહેવાલ : સચિન પીઠવા (સુરેન્દ્રનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here