Home ક્ચ્છ દિનદયાલ પોર્ટએ 14.4 મિટર ડ્રાફ્ટ સાથે જહાજને રવાના કરી એક નવી સિધ્ધિ...

દિનદયાલ પોર્ટએ 14.4 મિટર ડ્રાફ્ટ સાથે જહાજને રવાના કરી એક નવી સિધ્ધિ મેળવી

205
0

કચ્છ : 11 મે


દિનદયાલ પોર્ટએ 14.4 મિટર ડ્રાફ્ટ સાથે જહાજને રવાના કરી એક નવી સિધ્ધિ મેળવી હતી એમ.વી. રૂબી સ્ટાર નામના શીપએ બપોરના અરસામાં 14.4 મિટરના ડ્રાફ્ટ સાથે સફર કરી હતી, જે કંડલા હાર્બર વિસ્તારમાં હાંસલ કરાયેલો સર્વોચ્ચ સેલિંગ ડ્રાફ્ટ છે.

આ જહાજનુ માય સ્ટીક શીપીંગ પ્રા. લી. કંપની દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું, જ્યારે ચૌધરી એસોસિએટ્સએ કુલ 74,000 મેટ્રીક ટન કાર્ગો લોડ કર્યો હતો. આ જહાજ બાંગ્લાદેશના ચિત્તાગોંગ બંદર પર જવા રવાના થયું હતું
આ અંગે ડીપીએ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જેટી અને ચેનલની આયોજનબદ્ધ કામગીરી અને કેન્દ્રિત ડ્રેજિંગને કારણે આ સિદ્ધિ શક્ય બની છે. ડ્રાફ્ટમાં વધારાથી પોર્ટ વપરાશકર્તાઓને ઘણો ફાયદો થઈ રહ્યો છે ડ્રાફ્ટ વધુ હોય તો ડેડ ફ્રેઈટ ઘટાડે છે અને તેના કારણે DPA માં કાર્ગો હેન્ડલિંગના ખર્ચમાં પણ ઘટાડો થાય છે.

અહેવાલ: કૌશિક છાયા, કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here