Home આણંદ તારાપુર મોટી કેનાલ પાસે રોડ ક્રોસ કરતા સાયકલ ચાલકને ફોરવ્હીલ કારે હડફેટમાં...

તારાપુર મોટી કેનાલ પાસે રોડ ક્રોસ કરતા સાયકલ ચાલકને ફોરવ્હીલ કારે હડફેટમાં લેતા ઈજાગ્રસ્ત…

172
0

આણંદ: 4 જાન્યુઆરી


તારાપુર બોરસદ હાઇવે પર આજરોજ બપોરના 12.30 કલાકના અરસામાં તારાપુર નજીક આવેલ મોટી કેનાલ પાસે સાયકલ સવાર સાયકલ લઈને રોડ ક્રોસ કરી રહ્યો હતો જે સમયે‌ બોરસદ ધર્મજ તરફથી આવતી બ્રેજા કાર નંબર જીજે-3-6072 ના ચાલકે સાયકલ સવાર યુવકને હડફેટમાં લીધો હતો જેને લઈને સાયકલ ચાલક હાઇવે રોડ પર પટકાયો હતો અને હાથે પગે ગંભીર ઈજાઓ થતાં સાયકલ સવાર યુવકને આણંદ જિલ્લા યુવા મોરચા ભાજપ ઉપપ્રમુખ ભાગ્યે ભાઇ વ્યાસે 108 બોલાવી સાયકલ સવારને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે બ્રેજા કારનો ચાલક અકસ્માત કરી તારાપુર ચોકડી તરફથી રાજકોટ તરફ ભાગી છુટ્યો હતો.ઘટના અંગે હજુ ફરિયાદ ન કરવા માં આવી હોવા નું જાણવા મળે છે…

અહેવાલ : ધવલ બ્રહ્મભટ્ટ, આણંદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here