Home આણંદ તારાપુરમાં નશીલી દવા વેચતો શખસ પકડાયો

તારાપુરમાં નશીલી દવા વેચતો શખસ પકડાયો

142
0

આણંદ 
આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ફતેપુરા ગામમાં દરોડો પાડી એક મકાનમાંથી નશીલી દવા વેચતા શખસને પકડી પાડ્યો હતો. તેની પાસેથી બોટલો સહિત 25 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને બાતમી મળ હતી કે, તારાપુરના ફતેપુરા ગામમાં ગોહિલ ફળીયામાં રહેતો લાલજી ગોવિંદ ગોહેલ પોતાના મકાનમાં વગર પાસ પરમીટની કોડીન ઘધરાવતી નશીલી દવાઓનો જથ્થો રાખી છુટક વેચાણ કરી રહ્યો છે. આ બાતમી આધારે એસઓજીએ ટીમ બનાવી 25મીની મોડી રાત્રિના દરોડો પાડ્યો હતો. આ દરોડામાં સ્થળ પરથી એક શખસ મળી આવ્યો હતો. જેની પુછપરછ કરતાં તે લાલજી ગોવિંદ ગોહેલ (રહે. ફતેપુરા) હોવાનું જણાવ્યું હતું. એસઓજીની ટીમે મકાનમાં તપાસ કરતાં બે પુઠાના બોક્સ મળી આવ્યાં હતાં. જેમાં સીલબંધ દવાઓ મળી આવી હતી. જે કોડીન ધરાવતી નશીલી બોટલો હોવાનું જણાયું હતું. આથી, સમગ્ર મકાનમાં તપાસ કરતાં નશીલી દવાની કુલ 180 બોટલ કિંમત રૂ.25,200 મળી આવી હતી. જે કબજે લેવામાં આવી હતી. આ અંગે લાલજી ગોવિંદ ગોહેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here