Home પાટણ જિલ્લા પંચાયતના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે કોવિડ-૧૯ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી…

જિલ્લા પંચાયતના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે કોવિડ-૧૯ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી…

26
0
પાટણ : ૧૮ જાન્યુઆરી

પ્રવર્તમાન સમયમાં સમગ્ર દેશ અને રાજ્યમાં કોવિડ-૧૯ની ત્રીજી વહેરની શરૂઆત થઇ ચૂકી છે અને પાટણ જિલ્લામાં પણ કોવિડના કેસોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે ત્યારે જિલ્લાના નાગરીકોને કોવિડ-૧૯ અંતર્ગત જરૂરી જાણકારી, માર્ગદર્શન અને આરોગ્યલક્ષી ફરિયાદ માટે જિલ્લા પંચાયત ખાતે કાર્યરત કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર પર હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. જેમાં ૭૫૭૩૦૧૫૨૭૭ તથા ૦૨૭૬૬-૨૩૪૨૯૫ નંબર પર ફોન કરી કોવિડના દર્દીઓને જરૂરી માહિતી તથા રસીકરણ સબંધિત માહિતી મેળવી શકાશે.


અહેવાલ : પ્રતિનિધિ, પાટણ 
Previous articleપાંદરી દૂધ મંડળીના પ્રમુખ પર જીવલેણ હુમલો કરનાર 12 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
Next articleસરસ્વતી તાલુકાના ઓઢવા ગામની જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત લીધી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here