પાટણ : 9 મે
રાધનપુર ખાતે યોજાયેલ ક્ષત્રિય ઠાકોર સમાજના સમુહ લગ્નમાં ઉપસ્થિત રહેલ રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અને ઠાકોર સેના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે રાધનપુર બેઠક ઉપર ચૂંટણી લડવાનો હુંકાર કરતા રાજકારણ ગરમાયુ છે.
રાધનપુર થી જ હું ચૂંટણી લડીશ તેવો અલ્પેશ ઠાકોરનો હુંકારઆગામી સમયમાં સમગ્ર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે જેને લઇ અત્યારથી જ રાજકીય પક્ષો દ્વારા પોતાની પાર્ટીને મજબૂત કરવા માટે ખાનગી બેઠકો મેળાવડાઓ શરૂ કર્યા છે તો બીજી તરફ ચૂંટણીમાં ઉમેદવારી કરનાર ઉમેદવારો પણ અત્યારથી જ કમર કસી રહ્યા છે અને પોતાને ટિકિટ મળે તે પ્રકારના કાર્યો કરી રહ્યા છે. ત્યારે સોમવારે રાધનપુર ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા આયોજિત 16મા સમૂહ લગ્નમા રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ નવદંપતીઓને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ આપ્યા હતા. અલ્પેશ ઠાકોરે જાહેર મંચ ઉપરથી પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર ઉપર સમાજ તોડવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. વધુમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી આ વિસ્તારનો વિકાસ રૂંધાયો છે માટે આ વિસ્તારના વિકાસને વેગવંતો બનાવવા માટે વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણી આ બેઠક ઉપરથી લડવાનો છું અને મહેણું અહીંથી જ ભાગવાનો છું.