Home પાટણ ગૌરવ દિવસ ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રીની જાહેરાત – પાટણ જિલ્લાને મળશે રૂ. 140.68...

ગૌરવ દિવસ ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રીની જાહેરાત – પાટણ જિલ્લાને મળશે રૂ. 140.68 કરોડના વિકાસના કામો

250
0
પાટણ : 1 મે

રાષ્ટ્રીય પર્વો રાજ્યના પાટનગરમાં ઉજવવાના બદલે જૂદા જૂદા જિલ્લા મથકે ઉજવવાની પરંપરાના ભાગ રૂપે રાજ્યના ઉત્તર ગુજરાતના મહત્વના એવા પાટણ જિલ્લ્લામાં ૧લી મે-સ્થાપના દિવસની ઉજવણી યોજાઇ છે.

આ ઉજવણીના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રીએ આજે ગુજરાત ગૌરવ દિવસ ઉજવણીના ઉપલક્ષ્યમાં પાટણ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પાટણ જિલ્લા માટે વિકાસ કામોની જાહેરાત કરી હતી. જેમાં પાટણ જિલ્લામાં રૂપિયા 140.68 કરોડના વિકાસના કામો હાથ ઘરવાની જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રીએ આ કામોની જાહેરાત કરતા જણાવ્યું હતુ કે, પાટણ જિલ્લાના નગરોમાં પાણી પૂરવઠા, ડ્રેનેજ લાઇન તથા તળાવોના નવીનિકરણના 8 કામો સહિત જન સુખાકારીના કામો માટે રૂપિયા 140.68 કરોડ ‘અમૃત – 2.0’ યોજનામાંથી ફાળવવામાં આવશે. તે પૈકી એટલા પાટણ શહેરમાં જ પાણી પૂરવઠા અને ડ્રેનેજના કામો માટે રૂપિયા 127 કરોડ વપરાશે. પાટણ જિલ્લામાં સિદ્ધપૂર નગરપાલિકામાં પાણી પૂરવઠાના કામો માટે રૂપિયા 86 લાખ, ચાણસમાં નગરપાલિકામાં પાણી પૂરવઠાના કામો માટે રૂપિયા 6.41 કરોડ, તથા તળાવના નવિનીકરણ માટે રૂપિયા 1 કરોડ, હારિજ નગરપાલિકામાં પાણી પૂરવઠાના કામો માટે રૂપિયા 3.94 કરોડ તેમજ તળવાના નવિનીકરણ માટે રૂપિયા 1 કરોડ મળી કુલ રૂપિયા 140.68 કરોડના વિકાસ કામોની જાહેરાત મુખ્યમંત્રી એ કરી હતી.
ઉપરાંત આ કામોમાં ફાયર અને સેફ્ટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરી ફાયર ફાયટિંગની સંભવિત ઘટનાઓ સામે પાટણ જિલ્લાને આત્મનિર્ભર બનાવવા રૂપિયા 5 કરોડના ખર્ચે મોડલ ફાયર સ્ટેશનનું નિર્માણ કરાશે. પાટણ જિલ્લાના લોકોને તેમના રોજિંદા કામો સરળતાથી થઇ શકે તે માટે રૂપિયા 38 લાખના ખર્ચે પાટણ નગરપાલિકામાં સિવિક સેન્ટર બનાવવાના કામોનો પણ સમાવેશ થાય છે.

અહેવાલ:ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here