Home ક્રાઈમ ગોધરા:ગૌવંશ ને બચાવવા જીલ્લા પોલીસ નું સંયુક્ત ઓપરેશન..

ગોધરા:ગૌવંશ ને બચાવવા જીલ્લા પોલીસ નું સંયુક્ત ઓપરેશન..

113
0

પંચમહાલ:૧૧ જાન્યુઆરી


દેશ માં ગાય ને માતા નો દરજ્જો આપવામાં આવે હે હિંદુ ધર્મ માં ગાય ને ધાર્મિક આસ્થા સાથે જોડીને અતૃલ્ય ધાર્મિક દરજ્જો આપવામાવે છે પરંતુ ઘણા કીસ્સમાં ધામિક અસ્થા ના પરતિક સમાન ગાય અને તેના ગૌવંશ ના કેટલાક લોકો દ્વારા કતલ કરીને તેના માંસ નો કારોબાર કરવા ના કિસ્સાઓ અવાર નવાર પ્રકાશમાં આવતા હોય છે,આવોજ એક કિસ્સો પંચમહાલ જીલ્લા ના ગોધરા શહેરમાં સામે આવ્યો છે જેમાં ગોધરા પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગોધરા શહેરના હારુન મસ્જિદ અને ઉમર મસ્જિદ નજીકથી પતરાના શેડમાં બાંધી રાખેલા 33 જેટલા ગૌવંશને કતલ થતાં પહેલા ઉગારી લીધા.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એચ સી રાઠવા ને ખાનગીરાહે બાતમી મળી હતી કે ગોધરા શહેરના ગેની પ્લોટ વિસ્તારમાં આવેલ ઉંમર મસ્જિદની સામેના પતરાના શેડમાં અબ્દુલ રઉફ ઉર્ફે સઉદ હાજીહુસેન બદામ, ફેસલ અબ્દુલ રઉફ ઉર્ફે સઉદ હાજીહુસેન બદામ, મહેફૂઝ ઉર્ફે મુન્નો હુસેન બદામ અને શોકત અહેમદ ચૂચલા ઉર્ફે મક્લા નામના ઈસમો દ્વારા કતલ કરવાના ઇરાદે ગૌવંશ બાંધી રાખ્યા છે, જ્યારે ગોધરા શહેરમાંથી પસાર થતી મેશરી નદીની ધસ નજીક આવેલ મુસ્લિમ સી સોસાયટીમાં આવેલ હારુન મસ્જિદ પાસે આવેલા પતરાના શેડમાં અહેમદ હુસેન ઉર્ફે ચંદરીયો યાકુબ હયાત તથા હાજરા કાસિમ વસ્કા દ્વારા ભેગા મળીને કેટલાક ગૌવંશ કતલ કરવાના ઇરાદે બાંધી રાખ્યા છે, અને તેને સગેવગે કરવાની તૈયારી કરી રહ્યા છે.

પોલીસ ને મળેલી બાતમી ના આધારે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટાફ, પંચમહાલ એલસીબી પોલીસ સ્ટાફ, એસઓજી પોલીસ સ્ટાફ, ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટાફ, અને ગોધરા તાલુકા પોલીસમથકના સ્ટાફ દ્વારા બંને બાતમીવાળી જગ્યાઓ પર સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પોલીસે બંને જગ્યાએ રેડ કરીને રૂ 6 લાખની કિમતના ૩૦ જેટલા બળદ અને રૂ ૨૪ હજારની કિંમતની ૦૩ ગાય મળીને ૬.૨૪ લાખની કિંમતના ૩૩ જેટલા ગૌવંશને કતલ થતાં ઉગારી લીધા હતા, પોલીસ દ્વારા તમામ ગૌવંશને પરવડી પાંજરાપોળ ખાતે મોકલીને તમામ કસાઈઓ સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, છેલ્લા કેટલાક સમયથી શહેરમાં મૂંગા પશુઓની કતલ વધી હોવાને પગલે આજે પંચમહાલ પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવતા કસાઈઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.


 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here