કચ્છ : 3 માર્ચ
ખેડૂતો યુવાને અને મહિલાઓને આકૃષિત કરતું ગુજરાત સરકાર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નું પ્રથમ બજેટ આજરોજ નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઇ એ રજૂ કર્યું હતું.
જેને કચ્છનાં સાંસદ શ્રી વિનોદ ચાવડા એ આવકરતા જણાવ્યું હતું કે ૨,૪૩,૯૬૫ કરોડનું ગુજરાત નાં સર્વાંગી વિકાસ દર્શાવતું બજેટ આરોગ્ય, શિક્ષણ, ધર્મ સ્થળોના વિકાસ, આદિજાતિ, ઉર્જા, દરેક ક્ષેત્રને આવકારતું પ્રજાહિત લક્ષી બજેટ છે.
ગાય આધારિત કૃષિ માટે ૨૧૩ કરોડ મત્સ્ય ઉદ્યોગ ૮૮૦ કરોડ, પ્રાકૃતિક ખેતીમાં ગાયનાં નિભાવ માટે ૨૧૩ કરોડ, ખેડૂતોનાં ટૂંકી ધિરાણ નાં વ્યાજ રાહત માટે ૩૦૦ કરોડ, નિરાધાર ઢોરના નિભાવ ખર્ચ ૫૦ કરોડ, આરોગ્ય માટે ૧૨૨૪૦ કરોડ, મેડિકલ કોલેજ, જીલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવા રકમ, મધક્રાંતિ ને વેગ આપવા ૧૦ કરોડ સહિત ગુજરાતમાં હરિતક્રાંતિ માટે ઉજળા સંજોગો આ બજેટ થી સર્જાયા છે, જે આવકારવા દાયક છે તેમ શ્રી ચાવડા એ જણાવ્યું હતું.