પંચમહાલ : 2 મે
પ્રાપ્ત વિગતો અનુસાર એક ખાનગી કંપનીના માર્કટિંગ સાથે જોડાયેલ થર્મલ ખાતે રહેતા રણજિત સિંહ રાઉલજી ને મૂળ શહેરા તાલુકાના તરસંગ ગામના અને હાલ ગોધરા ભૂરાવવા વિસ્તારમાં રહેતા આશાબેન ભરવાડ જોડે આશરે પાંચ વર્ષ પહેલા આયુર્વેદ દવામાટે સંપર્ક થયો હતો .જેમાં આશાબેન અને રણજીતસિંહ વચ્ચે ફોન પર વાત ચિત થતી હતી જેમાં થોડા દિવસો પહેલા રણજીતસિંહ તેમના ભાભી તેમજ તેમના ભાભીના ભાણી ને લઈને ગોધરા ખાતે આવેલ એક મહિલાઓના દવાખાને આવ્યા હતા તે સમયે ગોધરા ખાતે રહેતા આશાબેન ભરવાડ નો ફોન રણજિત સિંહ પર આવ્યો હતો જેમાં આશાબેને તમે ક્યાં છો એમ પૂછ્યું હતું જેમાં રણજિત સિંહ એ હું ગોધરા દવાખાના ના કામે આવ્યો છુ એમ જણાવ્યું હતું .જેને લઈ ને આશાબેન દવારા જણાવવામાં આવ્યું કે મને મળવું છે તમે મારા ઘરે આવો .જેથી રણજિત સિંહ ગોધરા ખાતે આવેલ દવાખાના માં નોકરી કરતા તેમના ઓળખીતા બહેન ની એક્ટિવા લઈને ગોધરા ના ભૂરાવાવ ખાતે આવેલ વિનાયક નગર માં રહેતા આશા બેન ભરવાડ ના મકાને પોહચ્યા હતા. જેમાં અંદર જતા એકદમ આશાબેન ના પતિ કનુભાઈ ભરવાડ આવી પોહચ્યા હતા .જેમાં રણજીત સિંહ ને અંદર ના રૂમ માં લઇ જઇ ખભા ઉપર બચકું ભર્યું હતું .તેમજ ગંદી ગાળો જબબરજસ્તી થી રણજીત સિંહ ના કપડાં કઢાવી બન્ને ને પલંગ પર એકબીજાની ઉપર રાખી ને ફોટા પાડ્યા હતા .વધુ માં ધમકી આપી હતી કે મને 20 લાખ રૂપિયા આપ તેમજ એક કોરા કાગળ ઉપર લખાણ લખવ્યું હતું કે મેં જબબરજસ્તી આશાબેન ઉપર બળાત્કાર કર્યો હતો અને એના સમાધાન પેટે 20 લાખ રૂપિયા આપું છું .ફરિયાદી રણજીત સિંહ વધુમાં પોલીસને જણાવ્યા અનુસાર આશાબેને પણ મને 20 લાખ આપી દો અને આ બાબતને પુરી કરવા જણાવ્યુ હતું જેમાં ચેક અથવા રોકડા રૂપિયા ની માંગણી કરી હતી જેમાં રણજીતસિંહ એ એક બેન્ક માં પોતાના ચેક હોવાની વાત કરતા કનું ભરવાડ અને રણજિત સિંહ બેન્ક માં ગયા હતા પરંતુ બેન્ક માં ચેક ન હોવાથી બન્ને પાછા ફર્યા હતા જેમાં કનુભરવાડે રણજિત સિંહ પાસે રહેલ એક્ટિવા પોતાની પાસે રાખ્યું હતું અને કીધું હતું કે રૂપિયા આપી ને ગાડી લઈ જજે સામાજિક ડર ના કારણે ઘભરાયેલ રણજીત સિંહ પોતાના ભાભી અને તેમની ભાણી ને દવાખાને થી પરત લઈ પોતાના ગામ થર્મલ રવાના થયા હતા જે સમયે જે બહેન ની એક્ટિવા લઈ ગયા હતા એ બેન દવારા એક્ટિવા અંગે પૂછતાં રણજિત સિંહ એ આ બાબતે કોઈ યોગ્ય જવાબ ન આપતા એક્ટિવના મલિક બહેન દવારા પોલીસ ને આ અંગે પોલીસ ને જાણ કરાઈ હતી જેમાં પોલીસ દવારા રણજિત ને પૂછતાં આ તમામ બાબતો સામે આવી હતી જેમાં પોલીસ દવારા ખાનગી રાહે વોચ રાખી ને બંટી અને બબલીને પકડવાના ચક્રો તેજ કર્યા હતા જેમાં ફરિયાદી ને તૈયાર કરી બંટી અને બબલી કનું અને આશા ને ફોન કરીને ચેક લેવા બોલાવવામાં આવ્યા હતા જેમાં ખાનગી રીતે વોચ માં બેઠેલ પોલીસે આશાબેન અને કનું ભરવાડ ને પકડી પાડ્યા હતા અને વધુ પૂછપરછ અને મોબાઇલ ચેક કરતા ફરિયાદી સાથે થયેલ બળજબરી પૂર્વક કરવામાં આવેલ કામના ફોટાઓ કનું ભરવાડ ના મોબાઇલ માંથી મળી આવ્યા હતા જેને લઈ અન્ય લોકો ને પણ આ રીતે ફસાવ્યા છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.